Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રોહિત અને ગોવિંદસિંગને ચોરાઉ વાહનો સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યા

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચની ટીમે જંગલેશ્વર-૩૫માં રહેતાં રોહિત મોહનભાઇ ચાંડપા (ઉ.૨૬) તથા રાધાકૃષ્ણ સોસાયટી-૧૩માં રહેતાં ગોવિંદસિંગ ઉર્ફ ગોપી દિલીપસિંગ માન (ઉ.૨૨)ને જંગલેશ્વર રોડ પરથી બે શંકાસ્પદ વાહનો સાથે પકડી પુછતાછ કરતાં અને પોકેટકોપ એપનો ઉપયોગ કરતાં બંને વાહ ચોરાઉ નીકળતાં શક પડતાં મુદ્દામાલ તરીકે કબ્જે કરી ૩૫ હજાર અને ૨૫ હજારના બંને વાહન જપ્ત કર્યા હતાં. એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધજરીયા, અંશુમનભા, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ મોયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:23 pm IST)