Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સીટી બસ નં. ૨૮ને વાયા કિશાનપરા મોટી ટાંકી ચોક થઇ ચલાવવા બહેનોની માંગ

એ.જી. ઓફિસ, જિલ્લા પંચાયત, પોલીસ કમિશનર સહિતની સરકારી કચેરીમાં ફરજ બજાવતી મહિલા મુસાફરોની રજૂઆત

રાજકોટ તા. ૧૨ : શહેરમાં મ.ન.પા.ના આર.આર.સેલ વિભાગ દ્વારા સંચાલીત સીટી બસ સેવાની સીટી બસ નં. ૨૮ને વાયા કિશાનપરા ચોક તથા મોટી ટાંકી ચોક (સદર) થઇ ચલાવવા બસમાં અપ-ડાઉન કરતી મહિલા કર્મચારીઓએ રજૂઆત કરી છે.  આ અંગે એ.જી.ઓફિસ, પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પંચાયત વગેરે સરકારી કચેરીઓ તથા આ વિસ્તારમાં આવતી બેંક વગેરેમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સીટી બસ નં. ૨૫ કે જે હાલમાં જીવરાજ પાર્કથી કાલાવડ રોડ અંડરબ્રીજ થઇને માલવિયા ચોકથી ત્રિકોણબાગના રૂટ પર ચાલે છે પરંતુ આ રૂટ પર જ અન્ય સીટી બસ નં. ૨૫ ચાલે છે. આમ એક જ રૂટ પર બે-બે બસ ચલાવવાને બદલે બસ નં. ૨૮ કે જે સરકારી કચેરીનાં સમય દરમિયાન ચાલે છે અને તેમાં મોટાભાગની મહિલા કર્મચારીઓ મુસાફરી કરે છે. તેઓને ઉકત બસ નં. ૨૮ અત્યંત સરળ રહે છે ત્યારે આ બસને જીવરાજ પાર્કથી કાલાવડ રોડ અંડરબ્રીજ થઇ કિશાનપરા ચોકથી મોટી ટાંકી ચોક થઇને ત્રિકોણબાગ સુધી ચલાવવા બહેનોએ રજૂઆત કરી છે.

(3:24 pm IST)