Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ચેવડો-મીઠાઇ-મુખવાસના ચાર નમૂના લેવાયા ૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ફરસાણ-મીઠાઇ-ડેરી ફાર્મના ૫૩ વેપારીને ત્યાં ફુડ શાખાનું ચેકીંગ : ૧૧ દુકાન ધારકોને નોટીસ

રાજકોટ તા. ૧૨: દિવાળીનાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા અને લોકોને આરોગ્યપ્રદ મીઠાઇ-ફરસાણ વગેરે મળી રહે તે માટે મ.ન.પા.નાં આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી  ફરસાણ, ડેરી ફાર્મનાં વેપારીઓને ત્યાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે કુલ ૫૩ સ્થળે ચેકીંગ કરી ૪ સ્થળેથી ખાદ્ય પદાર્થોનાં નમુનાઓ લીધા હતાં ત્થા ૧૧ વેપારીઓને નોટીસો આપી હતી અને કુલ ૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની કુલ - ૪ ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય,જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાધ્ય તેલનીTPCવેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે

નમુનાની કામગીરી :-

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં હરિકૃષ્ણ ફરસાણ, ગાયત્રીનગર મે. રોડ ખાતેથી પૌવાનો ચેવડો (લૂઝ), શ્રીજી સ્વીટ એન્ડ નમકીન, ૨૦-સરદારનગર રોડ, ખાતેથી કાજુકતરી(લૂઝ), તિરૂપતિ ડેરી ફાર્મ, હસનવાડી-૪, બોલબાલા માર્ગ ખાતેથી બદામ કટલેસ મિઠાઇ (લૂઝ), સહજાનંદ મુખવાસ, ધર્મેન્દ્ર રોડ ખાતેથી કાઠીયાવાડી મુખવાસ (લૂઝ) નો સમાવેશ થાય છે.

ચેકીંગ ઝુંબેશની વિગત

ફૂડ વિભાગ દ્વારા રવિ રાંદલ જાંબુવાળા, દાસિજીવણપરા ખાતે ફુડ લાયસન્સ મેળવવા, ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. શ્રી અંબિકા નાસ્તા ગૃહ, દાસિજીવણપરા મે. રોડ ખાતે ફુડ લાયસન્સ મેળવવા, ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા તેમજ છાપેલ પસ્તી ન વાપરવા નોટીસ આપેલ.સમૃધ્ધિ ડેરી ફાર્મ, પંચવટી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. પટેલ ફરસાણ, પંચવટી મે. રોડ ખાતે ફુડ લાયસન્સ મેળવવા, ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. ઓમ સ્વીટ એન્ડ નમકીન, પર્ણકુટીર મે. રોડ ખાતે ચકાસણી કરેલ છે. શ્યામ ડેરી ફાર્મ, પંચવટી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. રામેશ્વર ફરસાણ માર્ટ, વિદ્યુતનગર મે. રોડ ખાતે ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. પટેલ ફરસાણ માર્ટ, વિદ્યુતનગર મે. રોડ ફુડ લાયસન્સ મેળવવા, ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. પટેલ ગાંઠીયા, વિદ્યુતનગર મે. રોડ ખાતે ચકાસણી કરેલ છે. બાલાજી ફરસાણ, ચંદ્રપાર્ક મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શુભમ ડેરી ફાર્મ, સત્યસાંઇ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી ગાયત્રી ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, સત્યસાંઇ મે. રોડ ચકાસણી કરેલ. રાઘવેન્દ્ર સ્વીટ્સ, સત્યસાંઇ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શિવશકિત ડેરી ફાર્મ, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. મિલન સ્વીટ માર્ટ, મવડી મે. રોડ ખાતે ફુડ લાયસન્સ મેળવવા, ઘી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. રાજુ નાયલોન ખમણ, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. ખોડીયાર ખમણ હાઉસ, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી નાથજી ફરસાણ, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી જલારામ ફરસાણ હાઉસ, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરેલ. વૃદાંવન ડેરી ફાર્મ, બ્રમ્હકુંજ મે. રોડ ખાતે ચકાસણી કરેલ. ઉમિયાજી ગાંઠીયા, સત્યસાંઇ મે. રોડ, ખાતે ફુડ લાયસન્સ મેળવવા, દ્યી / તેલના પ્રકારનું બોર્ડ લગાવવા નોટીસ આપેલ. ગોવર્ધન ડેરી ફાર્મ, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. રાજકોટ સ્વીટ એન્ડ નમકીન, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. શ્રી રામ ડેરી ફાર્મ, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. શકિત નમકીન, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. સિધ્ધ ડેરી ફાર્મ, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. સંદિપ નમકીન સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. પુજા ફરસાણ માર્ટ, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. ભાવમિલન ડેરી ફાર્મ, સત્યસાંઇ મે. રોડ, ખાતે ચકાસણી કરેલ. ઉમિયાજી ફરસાણ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. કેકોહોલીક, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. જય સિયારામ ફરસાણ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. ગંગોત્રી ડેરી એન્ડ આઇસ્ક્રીમ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. મારૂતિ સ્વીટ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. ભોલેનાથ ડેરી ફાર્મ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. ગૌતમ સ્વીટ માર્ટ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. ગોકુલ ફરસાણ, ૧૫૦' રીંગ  રોડ ખાતે ચકાસણી કરેલ. શકિત ડેરી ફાર્મ, નાણાવટી ચોક, ખાતે ચકાસણી કરેલ. મોજીલા રેસ્ટોરન્ટ, ગાંધીગ્રામ પોલિસ સ્ટેશન સામે ચકાસણી કરેલ. જય ચામુંડા ફરસાણ, નાણાવટી ચોક, ખાતે ચકાસણી કરેલ. જય ગોપાલ ફરસાણ, નાણાવટી ચોક  ખાતે ચકાસણી કરેલ. શ્રી રાધે ડેરી ફાર્મ, રૈયા રોડ ખાતે ચકાસણી કરેલ. ઉમિયાજી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, રૈયા રોડ ખાતે ચકાસણી કરેલ. અંજલી સ્વીટ-નમકીન એન્ડ બેકરી, રૈયા રોડ ખાતે ચકાસણી કરેલ. રાધે ફરસાણ, સાધુવાસવાણી રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રીનાથજી ફરસાણ માર્ટ, સાધુવાસવાણી રોડ ખાતે વાસી ખુલ્લુ મીઠાઇ-ફરસાણ ૪ કિ.ગ્રા. નાશ તેમજ લાયસન્સ અંગે નોટીસ. ગાયત્રી ફરસાણ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી રામ ડેરી ફાર્મ એન્ડ સ્વીટ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરેલ. શિવ નમકીન, પેડક રોડ ખાતે ચકાસણી કરેલ. વિર બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરેલ. ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ, સંતકબીર રોડ ખાતે ખુલ્લુ મિઠાઇ ૨ કિ.ગ્રા. નાશ. વિરબાલાજી સ્વીટ, સંતકબીર રોડ ખાતે દાઝીયુ તેલ ૩ કિ.ગ્રા. નાશ. બાલાજી ફરસાણ, સંતકબીર રોડ ખાતે દાઝીયુ તેલ ૩ કિ.ગ્રા. નાશ. ક્રિશ્ના ગાંઠીયા રથ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરેલ. શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, સતગુરુ રણછોડનગર, ખાતે લાયસન્સ અંગે નોટીસ.

ફુડ શાખા દ્વારા  ખાદ્યચીજના  કુલ ૪  નમુના  લેવામાં આવેલ તથા ૫૩ પેઢીની ચકાસણી કરી જે પૈકી કુલ ૩૨ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુ (વાસી મિઠાઇ-૬ કિ.ગ્રા., દાઝીયુ તેલ-૬ કિ.ગ્રા)નો નાશ કર્યો હતો તેમજ ૧૧ વેપારીઓને નોટીસ આપેલ.

(3:25 pm IST)