Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમ-૩ અને ૫ની પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવા નિદત્ત બારોટની માંગ

સેમ-૩ અને ૫ના છાત્રો કોરોનાની સ્થિતિમાં કોલેજે ગયા નથી તો ઓપ્શન આપવું જોઇએ

રાજકોટ તા. ૧૨ : આગામી માસે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવાની માંગ કોંગ્રેસના પ્રવકતા અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત્ત બારોટે કુલપતિને પત્ર લખીને માંગ કરી છે.

ડો. નિદત્ત બારોટે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧ ડિસેમ્બર પરીક્ષાનું આયોજન કર્યું છે. આ પરીક્ષા ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરના છાત્રોની આ વિદ્યાર્થીઓ એક પણ વખત કોલેજ આવી શકયા નથી. બધી કોલેજોએ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી હતી. ૩૦ ટકા કોર્ષ ઓનલાઇન શીખવ્યો તેવી જાહેરાત કરી છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓને પુરો અભ્યાસક્રમ શિક્ષણ અને સમજવામાં મુશ્કેલી પડે છે તે સ્વાભાવિક છે.

ડો. નિદત્ત બારોટે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી છે કે જેને સેમ.૩ અને ૫ની પરીક્ષા લેવાની દિશામાં આગળ વધી હોય. યુજીસીની ગાઇડલાઇન અને રાજ્ય સરકારની SOP મુજબ સત્ર વ્યવસ્થા હજુ વધુ સમય માગે છે. વિદ્યાર્થીઓને વધારાના પ્રશ્નો પશ્નપત્રમાં મુકીને આપેલા પ્રશ્નો પૈકી કોઇપણ ૫૦ ટકા પ્રશ્નો વિદ્યાર્થી પરીક્ષામાં લખે તો તે આખુ પેપર લખી શકે તે પ્રમાણે જનરલ ઓપ્શનની જોગવાઇ કરવી જોઇએ. જેમ વિદ્યાર્થીઓ ૬૫ ટકાથી ૮૦ અભ્યાસ કર્યો હોય તો પણ પુરૂ લખી શકે અને કારકિર્દીને નુકશાન જાય નહી. અગમચેતી વાપરીને શરૂ થનાર પરીક્ષાઓમાં જનરલ ઓપ્શનવાળુ પેપર તૈયાર કરવા જોઇએ.

(3:26 pm IST)