Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આજે ગોપાષ્ટમી : વૈદિક સુકતોના પ્રયોગથી વેદ, ગૌ અને ઋષિ સેવાનું મહત્વ સમજીએ

આજે ગોપાષ્ટમી છે. પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ ગાય ચરાવવા ગયા હતા તે દિવસ એટલે ગોપાષ્ટમી. વેદકાળથી ભારત ભૂમિની સંસ્કૃતિ ગૌ ગંગા ગાયત્રીના પાયા પર આધારીત છે. મહાભારત કાળ બાદ ગૌ ગંગા ગાયત્રી અને ગીતા એમ ચાર પાયા આધારીત બની. માનવ જીવનમાં ગૌ (ગાય) નું સ્થાન અનાદિકાળથી પૂજય રહ્યુ છે. જેના વૈજ્ઞાનિક કારણ ગણવા જઇએ તો એક વર્ષ પણ ઓછુ પડે. શાસ્ત્રોએ ગુરૂ, બ્રાહ્મણો, ગાય, તુલસીજીને સાક્ષાત પૃથ્વી પર ઇશ્વરના જ સ્વરૂપ કહ્યા છે. આજે એ હકીકત પણ સમજવાની જરૂર છે કે ગાય માત્ર પુજનીય છે એટલુ પુરતુ નથી, કેમ કે ભારતના અર્થતંત્રને જીવંત કરવામાં પણ ગાય માતાની શકિત સબળ પુરવાર થઇ છે. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટીએ ગૌ દુધથી સારો કોઇ ખોરાક નથી, ગૌ ઘી થી સારૂ કોઇ રસાયણ નથી, ગૌ મૂત્ર સમાન કોઇ ઔષધ નથી.

મારા દાદા પૂ. કનુદાદાએ વર્ષ ૨૦૦૬ ના સંશોધન અને સાધના દરમિયાન 'વૈદિક સુકતો' નામનો ગ્રંથ વેદોના અભ્યાસ બાદ સંકલન કરીને બનાવ્યો. જેમાં અથર્વવેદના ૩ જા મંડળના ૧૪ માં સુકત એ 'ગૌષ્ઠ' સુકત નામના સુકતનો સમાવેશ કર્યો છે. આ સુકતના રચયિતા ઋષિ શ્રી બ્રહ્મા છે. વેદોના નિયમ પ્રમાણે આ સુકતના ગૌશાળામાં યજ્ઞ, જાપ કરવાથી સાધકનું તો કલ્યાણ થાય છે. સાથો સાથ ગૌશાળા અને ગાયો માટે પણ ઉત્તમ બની રહે છે. આ સુકતના પ્રયોગ, યજ્ઞના માધ્યમથી વેદ, ગૌ અને ઋષિ સેવા થાય એ જ ઉદેશ્ય છે. જય ગૌ માતા. (૧૬.૨)

સંકલન : કેવલ્યભાઇ જોશી (પૂ. કાનુદાદાના પૌત્ર), મો.૮૮૬૬૬ ૦૨૬૦૨

(12:16 pm IST)