Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મેયર પ્રદીપભાઇ ડવને આર્શીવચન પાઠવતા પૂ. આ. યશોવિજયજી મ.સા.

શહેરના રાજમાર્ગો પરથી નોનવેજની રેકડીઓ હટાવવાના નિર્ણય બદલ : જાગનાથ સંઘના ટ્રસ્ટી મંડળે પણ અનુમોદન કરી

રાજકોટ તા. ૧રઃ શહેરના રાજમાર્ગો પર, મંદિર નજીકમાં માંસાહારના ન્યુસન્સને અટકાવવા વર્ષોથી રાજકોટ જૈન સમાજની લાગણી હતી કે રાજકોટ શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર માંસ અને મટનનું વેંચાણ ખુલ્લેઆમ થતું હતું, મુખ્ય માર્ગો પરથી હજારોની સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મીક સ્થળો આવેલા છે. માંસ અને મટનના વેંચાણથી લાખો લોકોની લાગણી દુભાય છે. ત્યારે આ મુખ્ય માર્ગો ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોઇપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ધમધમતા નોનવેજના હાટડાઓને બંધ કરાવવાનો પ્રજાલક્ષી નિર્ણય રાજકોટનાં લાખો લોકોના આરોગ્ય માટે પણ આ નિર્ણય ખૂબ સરસ પ્રજાલક્ષી નિર્ણય પ્રથમ નાગરીક મેયર પ્રદીપભાઇ ડવ દ્વારા લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી રાજકોટ શહેરમાં માંસાહરનું ન્યુસન્સ ઘટશે તેમજ લાખો અબોલ જીવોનો જીવ બચી શકશે. જીવદયાના આ સત્કાર્ય બદલ મેયર ડો. પ્રદીપ ડવનો જાગનાથ જૈન સંઘના સર્વે ટ્રસ્ટીશ્રીએ દિનેશભાઇ પારેખ, હેમેન્દ્રભાઇ શાહ, દિનેશભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ ત્થા જૈન અગ્રણી મયુરભાઇ શાહે આભાર વ્યકત કર્યો છે.

પ. પૂ. અ. ભગવંતી શ્રી યશોવિજય સૂરી મ.સા.એ પણ ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદી જણાવે છે. 

(3:02 pm IST)