Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લસ્સીલાલ છાસવાલાની છાશ જેવી સ્વાદિષ્ટ ગોઠડી

 એય ને..... ત્યારે , હું આવી ગયો છું : લસ્સીલાલ છાસવાલા , રહે. છાસવાલા, બાપાસીતારામ ચૉક , રીયલ પ્રાઈમ બિલ્ડીંગ,  મવડી ચોકડી પાસે, મવડી . અને સૌને જય ભારત ને જય ગૌમાતા સાથ જણાવાનું  કે તમે મને  વોટસએપ કરીને જણાવ્યું હો .... હું ત્યાં પણ તમારી સાથે વાત્યું  કરીશ ! મને તો તમારી સૌ સાથે વાત્યું  કરવાની બહુ મજા આવે છે, તો હાલો ત્યારે આજની ગોઠડી માંડીએ  ?!  તો આવી જજો મારી વાત્યું  માં હોંકારો દેવા ....

 તો ભાઇયું ને બેનું, છાસના ફાયદા તો ઘણા કીધા તમને , હાલો આજે ૅથોડા નુકસાન અને અલગ અલગ છાસ બનાવની રીતોૅ કહું તમને .....

 છાશના સેવનથી થતા નુકસાન

 તાવ અને કમજોરીની પરિસ્થિતિમાં છાશનું સેવન કરવું નહિ કારણ કે છાશની તાસીર ઠંડી હોય છે.

 વધારે છાશ પીવાથી ડાયેરિયા થવાનો સંભવ રહે છે.

 શરદી અને ઉધરસ થઇ હોય તો છાશનું સેવન કરવું નહિ, સમસ્યા વધી શકે છે.

 સંધિવાના દર્દીઓએ છાશનું સેવન બહુ જ નહીવ્ત્ત માત્રામાં જ કરવું જોઈએ.

 શ્વાસ લેવાની તકલીફ વાળા એ છાશનું સેવન કરવું નહિ.

 છાશને ક્યારેય પણ તાંબા, કે કાંસાના વસંમાં રાકવી નહિ, આં ધાતુ માં રાખવાથી છાશ ઝેર બની જાય છે.

 ચોમાસા અને શીયાળામાં છાશનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

અલગ અલગ પ્રકારની મસાલા છાશ બનાવવાની રીત

ધાણા અને ફુદીના વાળી મસાલા છાશ

 ધાણા અને ફુદીના ની છાશ બનાવવા જોઇશે અડધો કપ ફુદીનો,અડધો કપ લીલા ધાણા,૧ કપ મોળું દહીં, ૧ ચમચી જીરું, સિંધા નમક અને એક નાની ચમચી લીલા મરચા.

 લીલા ધાણા અને ફીદીનાને સારી રીતે ધોઈને ઉપરોકત બધી સામગ્રીને મિક્ષ્ચર જારમાં નાખીને પીસી લો,

 બનેલી પેસ્ટ ને એક વાસણ માં કાઢને ફરી તેમાં દોઢ કપ જેટલું દહીં નાખો અને ત્યાર બાદ તેમાં જરૂરીયાત અનુસાર ઠંડુ પાણી નાખીને ર્સેવિંગ ગ્લાસ માં સર્વ કરો.

 ઉપર થી લીલા ધાના અને ફુદીના વડે ગર્નીશ કરો તૈયાર છે ધાણા અને ફુદીના વાળી મસાલા છાશ.

રાજસ્થાની છાશ અથવા સાદી સિમ્પલ છાશ

 લગભગ એક ગ્લાસ મોળું દહીં અને એક ગ્લાસ ઠંડુ પાણી તથા સીધા નમક અને સેકેલા જીરું નો ભુક્કો નાખીને સારી રીતે મિક્ષ કરી લો તૈયાર છે રાજસ્થાની છાશ અથવા સાદી છાશ.

આદું અને લીંબૂ વાળી છાશ મસાલા છાશ

 આદું અને લીંબૂ વાળી મસાલા છાશ બનાવવાવ જોઇશે એક ગ્લાસ દહીં, અડધું લીંબૂ, બારીક સમારેલા લીલા ધાણા, અડધો કટકો આદું, સેકેલા જીરું પાવડર,સાદું મીઠું, સિંધા નમક, બરફ

 સૌપ્રથમ મોળું દહીં, લઈને તેને બ્લેન્ડરની મદદ થી જેરી લો પછી તેમાં સેકેલા જીરું પાવડર, સિંધા નમક, સાદું મીઠું, લીલા ધાણા, લીંબૂનો રસ નાખીને સારી રીતે મિક્ષ કરી લો,

 પછી તેમાં આદુંનો રસ નાખીને હલાવી લો, અને ર્સેવિંગ ગ્લાસમાં કાઢીને ઉપર થી લીલા ધાણા નાખીને થોડા બરફના ટુકડા નાખીને સેર્વ કરો.

વઘારેલી મસાલા છાશ બનાવવાની રીત

 વઘારેલી મસાલા છાશ બનાવવા આપણે જોઇશે ૧ ગ્લાસ મોળું દહીં, ૨ ગ્લાસ ઠંડુ પાણી, સેકેલું જીરું પાવડર, સિંધા નમક અને સાદું મીઠું સ્વાદાનુસાર, ફુદીના નો પાવડર એક ચમચી, આખું જીરું નાની ચમચી, નાની ચમચી હિંગ એક નાની ચમચી તેલ.

 મોળું દહીં, અને પાણી મિક્ષ કરીને છાશ તૈયાર કરી હવે તેમાં ફુદીનાનો પાવડર, સિંધા નમક, સાદું મીઠું, સેકેલા જીરુંનો પાવડર મિક્ષ કરીને સારી રીતે હલાવી લો.

 હવે તેમાં વઘાર માટે એક વ્ઘારીયામાં તેલ લઇને તેમાં જીરું અને હિંગ નાખીને વઘાર કરો. વઘારને તરત જ છાશમાં નાખીને ઢાકી દો.

 લગભગ ૧૦ થી પંદર મિનીટ સુધી ધકેલું રહેવા દો. ત્યારબાદ ર્સવિંગ ગ્લાસમાં કાઢીને ઉપરથી લીલા ધાના અને ફુદીના વડે સજાવીને સર્વ કરો.

તો ભાયું, જો આવી ગૂણકારી છાસ મારે ત્યાંથી મળતી હોય તો તમારે બીજે ક્યાંય શું કામ જવાનું હેં  ?!  સારી , સ્વાદિષ્ટ, ફુદીના , મરી, જીરા વાળી  છાશ્યું પીવી હોય તો આવી જજો આપણા ઓટલે, એડ્રેસ  લખી લો

 છાસવાલા , બાપાસીતારામ ચોક , રીયલ પ્રાઈમ બિલ્ડીંગ, મવડી ચોકડી પાસે, મવડી.

૯૩૧૩૮૦૫૩૯૩

ઈ-મેઈલ : chhaswala. bapasitaram@gmail.com

(3:03 pm IST)