Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભીલવાસ ચોક સ્થિત શ્રી જલારામ મંદિરે પૂ. બાપાની જન્મજયંતિની ધામધુમથી ઉજવણી

રાજકોટઃ અહિંના મોટી ટાંકી ચોક સ્થિત ભીલવાસ નજીક આવેલ વર્ષો પુરાણા સુપ્રસિધ્ધ એવા શ્રી જલારામ મંદિરે પૂ. જલારામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નિજ મંદિરમાં સવારથી રાત સુધી ભાવિકોને બુંદી, ગાંઠીયાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તો બપોરે દાદાને અન્નકોટ ધરવામાં આવેલ. સાંજેના બિમલ શાહના ભજનોનો કાર્યક્રમ યોજાયેલ. તો પંચશીલ કોમ્યુનીટી હોલ ખાતે ભાવિકજનો માટે મહાપ્રસાદનું આયોજન થયુ હતુ. પુ.બાપાને કેક પણ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

(3:11 pm IST)