Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા મહાઆરતી-રંગોળી સુશોભન

રાજકોટઃ જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા વિશ્વ વંદનીય સંત શ્રી જલારામ બાપાની રરરમી જન્મ જયંતિ અનુસંધાને પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પૂ. શ્રી જલારામ બાપાની દિવ્ય પ્રતિમા સાથે જલારામ ઝૂંપડી તથા રંગોળી અને આરતી શુશોભન કરવામાં આવેલ જેમાં રાજકોટ લોહાણા મહાજનના સર્વે હોદેદારો-રઘુવંશી અગ્રણીઓ-જલારામ ભકતો રાજદેવ પરિવાર-શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના સર્વે જલારામ ભકતોએ વિશાળ સંખ્યામાં મહા આરતીનો લાભ લીધો હતો. પૂ. શ્રી જલારામ બાપા તથા વીરબાઇમાનો જય જય કાર કરવામાં આવેલ. સર્વે રઘુવંશી અગ્રણીઓ સર્વશ્રી હરેશભાઇ લાખાણી, મીનાબેન લાખાણી, શ્રી રાકેશભાઇ-રાજદેવ પરિવાર, ડો. મયંકભાઇ ઠકકર, ડો. નિશાંત ચોટાઇ, રીટાબેન કોટક, ડો. પરાગભાઇ દેવાણી, રંજનબેન પોપટ, યોગેશભાઇ જસાણી, કમલેશભાઇ મીરાણી, મનીષભાઇ રાડીયા, અનિલભાઇ પારેખ, મીનાબેન પારેખ, વિક્રમભાઇ પૂજારા, ભુપેન્દ્રભાઇ કોટક, મનીષભાઇ ગોળવાળા, ડો. અનિલભાઇ દસાણી, દેવાંગભાઇ માંકડ (પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ-પ્રમુખ) રેણુકાબેન ઠકકર, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટના રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઇ છગ, કલ્પેશભાઇ તન્ના, મયંકભાઇ પાઉં, મનીષભાઇ સોનપાલ, મનુભાઇ જોબનપુત્રા, રમણભાઇ કોટક, પિયુષભાઇ કુંડલીયા, મનીષાબેન કુંડલીયા, કોમલબેન, ભાવિન કોટેચા, અશ્વિન મીરાણી, હિતેન્દ્રભાઇ વડેરા, અમરશી ગાદેથા, વિજયભાઇ તન્ના, નરેન્દ્રભાઇ ખોલીયા, દિલીપભાઇ પોપટ, વિક્રમભાઇ ઠકરાર, જલારામ સેવા સમિતિ, રઘુવંશી પરિવાર-રાજકોટના અગ્રણીઓ, દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઇ તથા સર્વે અગ્રણીઓ નૂતનભાઇ, પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ વસંતભાઇ તથા પૂજારીશ્રીઓ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન પ્રવિણભાઇ કાનાબાર દ્વારા તથા 'અભિવાદન' રમેશભાઇ ઠકકર દ્વારા કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ હિન્ડોચા દ્વારા તથા 'આભાર દર્શન' નવીનભાઇ છગ દ્વારા કરવામાં આવેલ. ઉપસ્થિત મહાજન મુરબ્બીઓ જલારામ ભકતો તથા રાકેશભાઇનું સન્માન જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા કરવામાં આવેલ. જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા દેવાંગભાઇ માંકડ-પ્રમુખ પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા બીએસએનએલના એકાઉન્ટસ ઓફિસર તથા રઘુવંશી અગ્રણી અશોક હિન્ડોચાનું 'વિશેષ બહુમાન' કરવામાં આવ્યું હતું. જલારામ બાપાના જીવંત પાત્રમાં ભાવિનભાઇ કોટેચાનું પણ વિશેષ અભિવાદન કરાયું હતું. ર૦૧૯ ની શોભાયાત્રામાં સામેલ થનાર ફલેટ હોલ્ડરોને અભિનંદન પાઠવવામાં આવેલ તથા હવે પછીના વર્ષ તેઓનું શીલ્ડ દ્વારા બહુમાન કરવામાં આવશે. નરેન્દ્રભાઇ ખોલીયાને પણ અભિનંદન પાઠવવામાં આવેલ. ઉપસ્થિત તમામ જલારામ ભકતોનો આભાર માનવામાં આવેલ. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા પંચનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ ઉપસ્થિત સર્વે જલારામ ભકતોને પૂ. શ્રી જલારામ બાપાની પ્રિય પ્રસાદી બુંદી-ગાંઠીયા પેકીંગ-પ્રસાદી સ્વરૂપે હજારોની સંખ્યામાં આપવામાં આવેલ.

(3:14 pm IST)