Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અભયભાઈની પુણ્યતિથિ નિમિતે ભાવાંજલી કાર્યક્રમ યોજાશે

'પરશુરામ એવોર્ડ' પુનઃશરૂ કરાશે, સોમવારે મીટીંગ

રાજકોટઃ સંસ્થાના સંસ્થાપક, ગુજરાત રાજયના પુર્વ રાજયસભા સાંસદ, બ્રહ્મસમાજના મોભી અને જાણીતા ધારાશાસ્ત્રી સ્વ.અભયભાઈ ભારદ્વાજની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નીમીતે પરશુરામ યુવા સંસ્થાનના ઉપક્રમે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મિટિંગમાં સંસ્થાના યુવા અધ્યક્ષ અંશ અભયકુમાર ભારદ્વાજે યોજાનાર ભવાંજલી કાર્યક્રમનું આયોજન બ્રહ્મસમાજના તમામ તળગોળના હોદ્દેદારો તેમજ બ્રહ્મસમાજના અગ્રણીઓના માર્ગદર્શક હેઠળ યોજી સ્વ.અભયભાઈ દ્વારા આશરે ૨૫ વર્ષ પુર્વેશરૂ કરેલ ''પરશુરામ એવોર્ડ'' પુનઃ શરૂ કરી સ્વ.અભયભાઈને ભાવાંજલી આપવા જણાવ્યું હતું. જેને સંસ્થાના દરેક  સભ્યોએ આવકાર્યું હતું.

ઉપરોકત ભાવાંજલી કાર્યક્રમ સંદર્ભે  તા.૧૫ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, જનકલ્યાણ સોસાયટી સામે, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, રાજકોટ ખાતે બ્રહ્મસમાજના અગ્રણીઓ તેમજ દરેક તળગોળના હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં સ્વ.અભયભાઈની સ્મૃતિમાં આપવા આવનાર ''પરશુરામ એવોર્ડ'' અને ભાવાંજલી કાર્યક્રમ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ મિટિંગમાં બ્રહ્મસમાજના દરેક તળગોળના હોદ્દેદારો, કમિટી સભ્યો  તેમજ બ્રહ્મઅગ્રણીઓને સમયસર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા અનુરોધ કરાયો છે.

(3:15 pm IST)