Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જાહેરમાં કન્સ્ટ્રકશન અને ડીમોલીશન વેસ્ટ ફેંકનાર દંડાયો : રૂ. ૭પ૦૦ નો દંડ

રાજકોટ : મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે અને જાહેરમાં કચરો ફેલાવતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી અને ડીમોલીશન વેસ્ટ ફેંકવામાં આવતો હોવાની ફરીયાદ ને ધ્યાને લઇ આ વિસ્તારમાં વોચ રાખવામાં આવેલ. જે દરમ્યાન આજરોજ રવિભાઇ અશ્વિનભાઇ બોરીચા દ્વારા પુનીતનગર પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં જાહેરમાં કન્સ્ટ્રકશનઅને ડીમોલીશન વેસ્ટ ફેંકવામાં આવતા તેઓને નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વીજય તુવર તથા મદદનીશ પર્યાવરણ ઇજનેર ખાંભલા, એસ.એસ.આઇ. સંજય ચાવડા તથા ગૌતમ ચાવડાની ટીમ દ્વારા રંગે હાથ પકડી તેની પાસેથી રૂ. ૭,પ૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમ મનપા તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું હતું.

(3:59 pm IST)