Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રવિવારથી ગ્રંથાલય સપ્તાહ

સમગ્ર દેશમાં પ્રતિવર્ષ ૧૪-૧૧ થી ર૦-૧૧ સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવવામાં આવે છે પરંતુ વર્ષોના વહાણા વીતવાની સાથે પુસ્તકાલય પ્રવૃતિ વિસ્તૃત અને વેગવાન બનવી જોઇએ તે નથી બની શકી આ નરી હકિકત અને વાસ્તવિકતા છે. એમાં પણ ટીવી અને કોમ્પ્યુટરના યુગમાં વાંચનનું પ્રમાણ સતત ઘટતું જાય છે. પુસ્તકાલયો સુના પડેલા જોવા મળે છે. ર૧ મી સદી જ્ઞાનની સદી છે દુનિયામાં આજે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. પુસ્તકો જ્ઞાનની પરબ છે પુસ્તકો સાચા અને સારા અર્થમાં મિત્રો  છે. પુસ્તકો-પુસ્તકાલયો સંસ્કાર ઘડનરનું શ્રેષ્ઠ માધ્યમ છે. દેશ અને દુનિયામાં અમર થઇ ગયેલા તમામ મહાપુરૂષોના જીવન ઘડતરમાં પુસ્તકોએ મહત્વનો ભાગ ભજવેલ છે. જે સ્વીકારવુ જ રહ્યું. પુસ્તકો સદ્ગુરૂની ગરજ સારે છે. પુસ્તકો મગજને ખોરાક પુરો પાડે છે.

કલકતામાં રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન છે. જે દર વર્ષે દેશભરની પુસ્તકાલયોને લાખો રૂપિયાના પુસ્તકો વિનામુલ્યે આપે છે. જેનું નિયત નમુના મુજબનું ફોર્મ ભરી ગુજરાતના ગ્રંથાલયોએ અચુક લાભ લેવો જોઇએ. (ફોન નંબર ૦૩૩ - ર૩૩૭૪૬૩ અને ૦૩૩-ર૩૩૭૪૬૪) છે. આપણા ગુજરાતમાં ભૂજમાં શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે તે પણ પ૦ ટકા કે ઓછી કિંમતે પુસ્તકો પુરા પાડે છે. જેનો મો. ૯૮રપર ર૭પ૦૯ છે. જેનો લાભ પુસ્તકાલયો અને પુસ્તક પ્રેમીઓ લઇ શકે છે.

ગુજરાતમાં પ્રજાવત્સલ રાજવી બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પુસ્તક પ્રેમી હતાં. તેમના રાજયમાં એ સમયમાં દરેક ગામ-નગરમાં સમૃધ્ધ પુસ્તકાલયો હતાં. સદ્ગત મોતીભાઇ અમીને પુસ્તકાલય પ્રવૃતિને ઉતેજન આપવામાં સિંહફાળો આપેલ છે. જે સ્વીકારવું જ રહ્યું મોતીભાઇ અમીનને ગુજરાતની પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા કહી શકાય ગુજરાતમાં સસ્તુ સાહિત્ય કાર્યાલય અમદાવાદ દ્વારા પુસ્તકાલય પ્રવૃતિને મોટુ ઉતેજન આપેલ. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના વતની અને સમગ્ર ગુજરાતને ગ્રંથ મંદિરોનો રાહ ચીંધનારા, ડો. પ્રફુલભાઇ શાહ દંપતિનું પુસ્તાલય પ્રવૃતિને વેગ આપવામાં બહુ મોટું યોગદાન આપેલ છે. પૂજય માનભાઇ ભટ્ટ સ્થાપિત ભાવનગરની સુપ્રસિધ્ધ સેવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની ભૂખ ઉઘડે તે માટે ભાવનગર શહેર અને જીલ્લાની તમામ શાળાઓમાં બાળ પુસ્તકાલય શરૂ કરવા શિશુ વિહાર સંસ્થા નિમિત બની છે.

ગાંધીજી કહેતા દરેક વ્યકિતએ દિવસમાં માત્ર ૧૦ મીનીટ કે પુસ્તકનું એક પાનું વાંચવુ જોઇએ. તેઓ કહેતા કોઇ મહાનગરની ઓળખ માત્ર બાહ્યા સ્વરૂપથી નહીં. પરંતુ નગરનું આંતરિક જીવન પણ સુંદર હોવું જોઇએ જે પુસ્તકાલય પ્રવૃતિ દ્વારા જ શકય બને દરેક નાગરીકોએ પણ સ્વજનના જન્મ દિવસ-લગ્ન દિવસે પુસ્તક ભેટ આપવાની પ્રથા શરૂ કરવી જોઇએ દરેક માતા-પિતાએ પોતે અને પોતાના સંતાનોને વાંચન તરફ વાળવા જોઇએ.

કોઇપણ રાજય કે દેશે સફળ થવું હોય. આગળ વધવું હોય તો સમૃધ્ધ પુસ્તકાલયો હોવા જ જોઇએ અને તો જ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી સાર્થક ગણાય.

   -અનુપમ પ્ર. દોશી, ૯૪ર૮ર ૩૩૭૯૬

 ગ્રંથાલય એટલે

સરસ્વતીનું મ઼દિર

સત્યમ શિવમ સુંદરમનો સમન્વય એટલે ગ્રંથાલય જેને કોઇ ઉપમાં આપી ન શકાય તેનું નામ ગ્રંથાલય જેની કોઇ સીમા નથી તેનું નામ ગ્રંથાલય જેની કોઇ પાનખર આવતી નથી તેનું નામ ગ્રંથાલય, ગ્રંથાલય એટલે સરસ્વતીજીનું મંદિર.  ગ્રંથાલય એ માહીતી અને જ્ઞાનનો અનંત ભંડાર છે.

આવા ગ્રંથાલયો મનુષ્યને સત્યનો પાઠ શીખવે છે. મહા માનવોએ સત્યને જ ઇશ્વર કહે છે. આથી આ સત્યરૂપી આથી આ સત્ય રૂપી ઈશ્વરનો બોધ અને સાક્ષાત્કાર ગ્રંથાલયમાં રહેલ પુસ્તકો કરાવે છે.  જે પૂસ્તકો જ્ઞાનીઓના 'વન અને કવનથી સમૃધ્ધ હોય છે.  માટે પૂસ્તકો રાખવા ઘર મોટા નહીં પરંતુ સંસ્કાર મોટા જોઈએ છે.

વળી ગ્રંથાલયો મનુષ્યને શીવ તત્વની પ્રાપ્તિ કરાવે છે.  હજારો વર્ષોથી ધરા પર પોતાની સાધના તપ?ર્યા અને કર્મોથી અગમ  તત્વની ઉપાસના કરતા સાધુ સંતો મહંતોએ જીવનના ગઢ રહસ્યો અને તેના કાયદારૂપ શીવ તત્વની ખોજ કરેલ છે.  આવા પરમતત્વની અનુભૂતિત્ન સાધના અને રહસ્યોના નીચોડ સમા પૂસ્તકો ગ્રંથાલયમાં સંગ્રહીત હોય છે.  જે માનવીને જગતના નિર્માણના રહસ્યો રૂપી શીવતત્વને સમજાવે છેત્ન માટે રામ નથી રામાયણમાંત્ન કૃષ્ણ નથી ગીતામાંત્ન ખુદા નથી કુરાનમાંત્ન ક્રાઈસ્ટ નથી બાઈબલમાંૅં તે બધા માણસના ચારિત્ર્યમાં છેત્ન ચારિત્ર તે નીતિમાં છેત્ન નીતિ સત્યમાં છેત્ન સત્ય એ જ શિવ છે.

૧પમી સદીમાં છાપકામની નવી પધ્ધતિ આવ્યા બાદ પૂસ્તક નિર્માણમાં ક્રાંતિ આવી છે અને કવોલીટીમાં સુધારો આવ્યો અને કિંમતમાં ઘટાડો આવ્યો ઉચ્ચ ટેકનીકલ ઉપયોગથી આકર્ષક ગ્રંથો બનવા અને વાચક વર્ગનો વધારો થયો.  નાના ગ્રંથાલયો/  મહાન ગ્રંથાલયોની સ્થાપનાઓ થઈ અને આ ગ્રંથાલયમાં વિવિધ પ્રકારે વહીવટની દ્રર્ષ્ટિએ નિર્માણ થઈ. 

 ગ્રંથાલયોની વ્યવસ્થામાં વિવિધ વિભાગો બનાવવામાં આવે છેત્ન પૂસ્તક ઈશ્યુ/રીટર્નત્ન કલેકનશન ટેવલોપેમેન્ટ, સંદર્ભ ટેકનીકલ સેવાઓ જેવી કે ઈન્ટરનેટ,  સી.ડી.,  ડી.વી.ડી.,  ઈ-લાઈબ્રેરી, સ્ટેક મેઈન્ટેનન્સ દ્વારા વાચકો માટે અદ્દભુત અને ઝડપી સેવા મળી રહે તેવી વ્યવસ્થાની સાથે તેમનું સંચાલન પણ એક હ્રદય ગણાય છે અને ગ્રંથાલયના સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) એ ગ્રંથાલય મેનેજમેન્ટમાં પણ ''લાયબ્રેરીમેનેજમેન્ટ'' મ્યુઝીયમ ડોકયુમેન્ટેશન, ઈન્ડેકસીંગ અને એબ્સ્ટે્રકટીંગ સર્વિસીઝ અને ગ્રંથાલય વિજ્ઞાન'' ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલ છે.  ગ્રંથાલયમાં ઉપરોકત આદર્શ વ્યવસ્થા ખાસ હોવી જોઈએ.

જયેશ સંઘાણી,

મો. ૯૪ર૮ર ૦૦૫૨૦

(4:01 pm IST)