Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશ્નર સામે વિરોધ દર્શાવવા કોગ્રેસે હોકી ભેટ આપવાનો કાર્યક્રમ યોજતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને માથાકુટઃ ૧૧ ની અટકાયત

રાજકોટઃ ડેપ્યુટી કમિશ્નર શ્રી સિંઘએ ગરીબ રેકડી ધારકોને હોકી દેખાડી અને રસ્તો ખુલ્લો કરાતા આજે સવારે કોગ્રેસના રણજીત મુંઘવા, ભાવેશ પટેલ તેમજ એનએસયુઆઇના કાર્યકરો મનપાની કચેરીએ ટોળા સ્વરૂપે જઇ અને ડેપ્યુટી કમિશ્રને હોકી ભેટ આપી આજ પ્રકારે ભાજપની રેલીમાં પણ હોકી લઇ કામગીરી કરવા સુચન કરવાનો કાર્યક્રમ યોજયો હતો. પરંતુ પોલીસે કોગી કાર્યકરોને અટકાવતા માથાકુટ અને ઝપાઝપી થઇ બાદમાં એ ડીવીઝન પોલીસે સ્થળ પરથી ૧૧ કાર્યકરોની અટકાયત કરી હતી.

(1:38 pm IST)