Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ગૌસેવા માટે દાન સ્વીકારશે

કોઠારી સ્વામી પૂ. રાધારમણ સ્વામીની અધ્યક્ષતામાં આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩ : રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી રાધારમણદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૧૪ને મકરસંક્રાંતિ પર્વ હોય જે નિમિતે દાન પુણ્યનું વિશેષ મહત્વ રહ્યું છે.

ત્યારે મકરસંક્રાંતિ પર્વ એટલે માત્ર પતંગોનું જ પર્વ નહીં, પરંતુ પુણ્ય કમાવાનો અવસર છે અને આવતીકાલે ગુરૂવારેના રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગૌસેવા નિમિતે દાન સ્વીકારવામાં આવશે. તેમજ જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડથી રાધારમણદેવનો ધર્માદો લેવા સંતો પધારાશે. મંદિરે આ ધર્માદો સ્વીકારવામાં જેની ભકતોએ નોંધ લેવી અને પુણ્યના અવસરનો લાભ લેવા મંદિરના કોઠારી શ્રી રાધારમણદાસજીએ સૌ ભકતોને અપીલ કરી છે અને અંતમાં સૌ હરિભકતોને કોરોનાની ગાઇડ લાઇન મુજબ માસ્કર પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દર્શનનો લાભ લેવા અને ધર્માદો લખાવી પુણ્યનું ભાથુ બાંધવા જણાવ્યું છે.

મકરસંક્રાંતિ પર્વ આવી યહ્યો છે. હિન્દુ ધર્મમાં આ પર્વનું ખૂબજ માહાત્મ્ય રહેલું છે. હિંદુઓ માટે આ દિવસ પવાન અને પવિત્ર ગણવામાં આવે છે.

આપણા હિંદુ શાસ્ત્રો પ્રમાણે આ દિવસે દાનનો ખૂબ જ મહિમા છે. આ દિવસે કંઇક આપવાથી તેનું અનંતગણુ પુણ્ય મળતું હોય છે અને તેથી જ આ દિવસે લોકો છુટે હાથે સાધુ સંતદને દાન આપતા હોય છે તેમજ પશુઓને ચારો ખવરાવતા હોય છે. ટુંકમાં આ દિવસે કરેલુ દાન અને પુણ્યકર્મ અનેરૂ ફળ આપે છે તેથી આપે પણ આ દિવસે કંઇક દાન આપી અને પુણ્યકર્મ કમાવવાનું જોઇએ.

શ્રીજી મહારાજે પણ પોતાના સંતોને આજ્ઞા કરી છે કે સંતોએ ભિક્ષાવૃત્તિ કરીન જીવન નિર્વાહ કરવો તેથી આ ખાસ દિવસે સંતો ગૃહસ્થના ઘરે ઘરે ભિક્ષાર્થે જતા હોય છે.તેમ કોઠારી પૂ. રાધારમણ સ્વામીએ જણાવ્યું છે.

(3:53 pm IST)