Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

આઇ.પી.મીશન સ્કુલ પાસે પાઇપ લાઇનમાં ભંગાણઃ પાણીની રેલમ છેલ

વોર્ડ નં.૩નાં લોહાણાપરા, બેડીપરા સહિતનાં વિસ્તારમાં ૩ કલાક મોડું પાણી વિતરણ થયું

યુધ્ધનાં ધોરણે કામગીરીઃ શહેરની આઇ.પી.મીશન સ્કુલ પાસે આજે સવારે પાણીની લાઇનમાં ભંગાણ થતાં તંત્ર દ્વાર યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૩: શહેરની આઇ.પી.મીશન સ્કુલ પાસે આજે સવારે ટ્રક જમીનમાં ખુંચી જતા અહીંથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ થતા વોર્ડ નં.૩નાં લોહાણા પરા, બેડીપરા સહિતનાં વિસ્તારમાં ૩ કલાક પાણી વિતરણ મોડું વિતરણ થયુ હતુ.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં આઇ.પી.મીશન સ્કુલ પાસે પાણીની પાઇપ લાઇન શીફટીંગની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી બાદ જમીન પોચી હોવાથી આજે સવારે ટ્રક ખુંચી જતા અહીંથી પસાર થતી ૧૫૦ ડાયા મીટરની પાણી વિતરણની લાઇન ભંગાણ સર્જાતા આસપાસ પાણીની લાઇન રેલમ છેલ થવા પામ્યુ હતુ. આ લાઇન તુટી હોવાનું મ.ન.પા તંત્રને જાણ થતા યુધ્ધનાં ધોરણે લાઇન રીપેરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પાણીની લાઇન તુટતા વોર્ડ નં.૩નાં લોહાણાપરા, બેડીપરા તથા મોચી બજાર સહિતનાં વિસ્તારમાં સવારે ૮ નાં બદલે બપોરે ૧૧ વાગ્યે પાણી વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(4:02 pm IST)