Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટના પ્રોહિબીશનના ગુનામાં હાઈકોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ બી. ડિવી. પો. સ્ટેશન પ્રોહિબીશનના ગુનામાં ધરપકડની દહેશતે આરોપી પટેલના આગોતરા જામીન મંજુર કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે રાજકોટ શહેર બી.ડિવી. પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ સંજયભાઈ ઉગાભાઈ મિયાત્રાએ તા. ૯-૯-૨૦ના રોજ ફરીયાદ લખાવીને જણાવેલ કે, બી. ડિવી. વિસ્તારમાં ખાનગીરાહે પેટ્રોલીંગમાં હતા ત્યારે ફરતા ફરતા કલાક ૨૧.૦૦ વાગ્યે જુનો મોરબી રોડ રાજનગર પાસે આવતા સાથે પોલીસને હકીકત મળેલ કે, મોરબી રોડ રાજનગર પાસે અવાવરૂ જગ્યાએ એક ટાટા ઈન્ડીગો માંઝા કાર જી.જે. ૦૩ ડીજી ૩૭૪૭માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેની તલાસી કરતા તેમાથી પુઠાના બોકસ ભારતીય બનાવટી વિદેશી દારૂની વિસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી ૪૨.૮ ટકા વી.વી. ૭૫૦ એમ.એલ. લખેલી કુલ બોટલ નં. ૨૦૪ રૂ. ૮૧,૬૦૦-૦૦ તથા ટાટા ઈન્ડીગો માંઝા કાર નં. જીજે ૦૩ ડીજી ૩૭૪૭ રૂ. ૧,૦૦,૦૦૦-૦૦ કિંમત ગણી કુલ રૂ. ૧,૮૧,૬૦૦-૦૦નો મુદામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. તેથી બી.ડી. પો. સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ કલમ ૬૫(એ) ૧૧૬, બી ૯૮(૨) મુજબનો ગુન્હો અજાણ્યા વ્યકિતની સામે ગુનો દાખલ કરેલ હતો.

હાલના ગુનામાં બ્રિજેશભાઈ પ્રવિણભાઈ ઘીયાડ (પટેલ) ગુનેગાર ન હોવા છતા ખોટી રીતે પોલીસ ધરપકડ કરવા ઈચ્છતી હોય, ગુના સમયે હાજર પણ ન હોય, તેથી બ્રિજેશભાઈ પ્રવિણભાઈ ઘીયાડએ આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટેમાં ગુજરાત બન્ને પક્ષની રજુઆત ધ્યાને લઈને રૂ. ૧૫ હજારના આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી બ્રિજેશભાઈ ઘીયાડ (પટેલ) વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજયભાઈ એચ. પંડયા તેમજ મનીષભાઈ એચ. પંડયા, રવિભાઈ ધ્રુવ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ઈરશાદ શેરસીયા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોેકેટ જયમીનભાઈ પટેલ રોકાયેલ હતા.

(4:05 pm IST)