Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટની ૧૧ સુચિત સોસાયટીના કોમન ફાઇનલ પ્લોટના વિવિદમાં ફેરમાપણી કરવા આદેશો : ચીફ TP0 સુનાવણી હાથ ધરશે

જોઇન્ટ FP ખાનગી-સરકારીનું બાયફરકેશન કરાશે : હાલ રસ્તા-મકાનો ઉભા થઇ ગયા છે

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા હાલ સુચિત સોસાયટી અંગે કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં નવી ૭ સોસાયટીને સરકારે મંજૂરી આપતા કુલ ૧૬પ સોસાયટી રેગ્યુલાઇઝ થઇ છે.

દરમિયાન રાજકોટમાં ૧૧ એવી સોસાયટી છે કે જેમાં કોમન ફાઇનલ પ્લોટની જગ્યા આવેલી છે અને તેની માલીકીની સુચિત સોસાયટીની કે સરકારની તે અંગે છેલ્લા ૬ મહિનાથી વિવાદ ચાલે છે.

તાજેતરમાં મુખ્યમંત્રીએ આ બાબતે ગાંધીનગર ખાતે કલેકટર પાસેથી વિગતો જાણી હતી.

દરમિયાન આવી કુલ ૧૧ સોસાયટી કે જેમાં કોમન ફાઇનલ પ્લોટ અંગે વિવાદ ચાલે છે તેમાં નવેસરથી માપણી કરી રીપોર્ટ કરવા આદેશો થયા છે. ત્યાર બાદ ગાંધીનગર ચીફ ટાઉન પ્લાન્ટ ઓફીસર સુનાવણી હાથ ધરાશે અને ત્યાર બાદ જોઇન્ટ ફાઇનલ પ્લોટ અંગે ખાનગી-સરકારી અને બાયફરકેશન થશે.

હાલ આવી કુલ ૧૧ સુચિત સોસાયટીમાં રોડ-રસ્તા-મકાનો-પ્લોટનું બાંધકામ ઉભુ થઇ ગયું છે.

રાજકોટની જે વિવાદવાળી ૧૧ સોસાયટી કોમન ફાઇનલ પ્લોટ અંગે છે તેમાં વિક્રાંતી, વિશ્રાંતિ, કિરણ, રાધાકિશન, સરદાર પટેલ પાર્ક, નંદની પાર્ક, ન્યુ સુભાષનગર, માધવ પાર્ક, ન્યુ યોગીનગર, ઋષિકેશ, પેરેમાઉન, લોસાયટીનો સમાવેશ થાય છે. આ તમામમાં નવેસરથી માપણી અંગે એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાના માર્ગદર્શન કાર્યવાહી શરૂ થઇ છે.

(4:06 pm IST)