Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મ.ન.પા.ને ૧૬૫૦૦ કોરોના વેકસીનની અર્પણવિધી : વાજતે-ગાજતે સ્ટોરમાં મૂકાઇ

સરકારે કલેકટર તંત્રને ફાળયેલ જથ્થામાંથી શહેર માટેની વેકસીનનું બપોરે ૩.૩૦ વાગ્યે મહાપાલિકાના આરોગ્ય વિભાગને લોકાર્પણ : ૮૦૦૦ હેલ્થવર્કરોને આ વેકસીનના બે ડોઝ અપાશે : મનુબેન ઢેબર સેનેટોરિયમમાં આવેલ સ્ટોરેજમાં કુમકુમ તિલક સાથે વેકસીનના જથ્થાનું સ્ટોરેજ કરાયુ

રાજકોટ તા. ૧૩ : સમગ્ર દેશ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો હતો. તે કોરોના સામે રક્ષણ આપતી વેકસીનનો જથ્થો અંતે આજે સવારે રાજકોટ શહેર - જિલ્લાને મળી ગયો છે. જેમાંથી શહેર માટેની ૧૬૫૦૦ વેકસીનના જથ્થાની અર્પણવિધિ આજે બપોરે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને થઇ હતી.

આ અંગે મ.ન.પા.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના જણાવ્યા મુજબ બપોરે ૩.૩૦ વાગ્યે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મ.ન.પા.ના આરોગ્ય અધિકારીને ૧૬૫૦૦ જેટલા વેકસીન ડોઝની અર્પણવિધી કરાયા બાદ આ વેકસીનના જથ્થાને ઢોલ-નગારા સાથે વાજતે - ગાજતે મ.ન.પા.ના મનુબેન ઢેબર સેનેટોરિયમ (નવી કલેકટર કચેરી સામે) ખાતે આવેલ સ્ટોરેજ લઇ જવાયેલ જ્યાં આરોગ્ય કર્મચારી બહેનોએ રસીના જથ્થાનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરાયેલ અને ત્યારબાદ જથ્થાને સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો.

ડો. રાઠોડના જણાવ્યા મુજબ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ આ વેકસીનના બે ડોઝ મ.ન.પા.ના કુલ ૮૦૦૦ જેટલા હેલ્થવર્કરોને આપવામાં આવશે.

(4:08 pm IST)