Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રામ મંદીરના નિર્માણ સહયોગ અંગે ઉપલા કાંઠે મીટીંગ યોજાઇ

 રાજકોટઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ રણછોડ વિસ્તાર ના ઇમિટેશન અને સિલ્વર રિફાઇનરી એસોસિએશન રાજકોટના ઉપક્રમે ભવ્ય રામ મંદીરના નિર્માણમાં તન મન અને ધનથી સહયોગી બનવા એસોસિયેશન સાથે જોડાયેલા માલિકો વેપારીઓ કારીગરો ના સહયોગથી શ્રી રામ જન્મભૂમિ રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનને સફળ બનાવવા અપીલ કરેલ આ પ્રસંગે રામ જન્મભૂમિ રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ના અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન નલીનભાઈ વસા આ પ્રસંગે જણાવતા કહ્યું હતું કે ભવ્ય મંદિર નિર્માણની શા માટે જરૂર છે અને રામ મંદિર માટે રામ જન્મભૂમિ ના સંઘર્ષની ઇતિહાસ અને એના તથ્યો સાથે છણાવટ કરેલ હતી આ કાર્ય સમિતિ માટે ઉપલા કાંઠાના વેપારી અગ્રણીઓ માલિકો તેમજ તેમની ટીમોએ જહેમત ઉઠાવી હતી આ સાથે આજે રાત્રે ૮ વાગે શ્રી રામ જન્મભૂમિ  રામમંદિર નિમાર્ણ ધન સંગ્રહ માટે સમાજના જ્ઞાતિ અગ્રણીઓની એક કાર્ય સમિતિ શિશુ મંદિર ૧૦ રણછોડ નગર ખાતે આજે મળશે તેમ આ રણછોડ વિસ્તારના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ વિનોદભાઈ પેઢડિયા જણાવેલ છે.

(4:11 pm IST)