Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ મનપાની ચૂંટણી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ : વોર્ડ, નંબર 1થી 18ના મતદારો પોતાના નામ અને મતદાન મથકની જાણકારી મેળવી શકશે

મતદારયાદીમાં પોતાનું નામ કયા વોર્ડ-ભાગ-ક્રમ નંબર પર નોંધાયેલ છે તેની જાણકારી મળશે :ચૂંટણી શાખા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, તા.૨૧/૦૨/૨૦૨૧ રવિવારનાં રોજ યોજાનાર છે. શહેરનાં નાગરિકોએ પોતાને કયા મતદાન મથક પર મત આપવા જવાનું તથા મતદારયાદીમાં પોતાનું નામ કયા વોર્ડ-ભાગ-ક્રમ નંબર પર નોંધાયેલ છે,  તેની મતદારોને જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા દ્વારા નીચેની વિગતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.

 

ફોન નંબર
(૧)    ૦૨૮૧-૨૨૨૧ ૬૨૦
(૨)    ૦૨૮૧-૨૨૩૦ ૧૬૦
(3)     ૦૨૮૧-૨૨૩૦ ૧૬૧
(૪)     ૦૨૮૧-૨૨૩૦ ૧૬૩
સમય : સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી (તા.૨૧/૦૨/૨૦૨૧ સુધી રોજ)
મતદારો તેમનાં વોર્ડ, ભાગ, ક્રમ નંબર તથા તેમનું મતદાન મથક જાણી શકે એ હેતુસર રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તેમની વેબસાઈટ sec.gujarat.gov.in પર ઓનલાઈન હેલ્પલાઈન મુકવામાં આવેલ છે.
વેબસાઈટ :- www.rmc.gov.in
લીંક :- http://www.rmc.gov.in/rmcwebsite/ElectionDetails.aspx
     વોર્ડ નંબર ૧ થી ૧૮ નાં મતદાન મથકોની યાદી.
ઉપરોક્ત બાબતની સર્વેએ નોંધ લેવા તથા મતદારો પોતાનાં મતદાન મથકની જાણકારી માટે ઉક્ત કંટ્રોલરૂમ તથા હેલ્પલાઇનનો ઉપયોગ કરવા સર્વેને અપીલ છે.
 નાયબ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા

(7:34 pm IST)