Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કાલે વેલેન્‍ટાઈન ડેઃ પ્રેમનો એકરાર કરવાનો દિવસ

યુવક-યુવતિઓ એકબીજાને ગુલાબના ફુલ, ગિફટ આપશેઃ જૂનાગઢમાં અનોખો યાદગાર કાર્યક્રમ યોજાશે

રાજકોટ, તા. ૧૩ :. કાલે તા. ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્‍ટાઈન-ડે. આ દિવસને પ્રેમનો એકરાર કરવાના દિવસ તરીકે ઉજવાય છે.

યુવક-યુવતિઓ એકબીજાને ગુલાબના ફુલ, ગિફટ આપીને ‘વેલેન્‍ટાઈન-ડે'ની ઉજવણી કરશે. જૂનાગઢમાં અનોખો યાદગાર કાર્યક્રમ યોજાશે.

એવુ માનવામાં આવે છે કે વેલેન્‍ટાઈન નામ મૂળ સંત વેલેન્‍ટાઈન પરથી ઉતરી આવ્‍યુ છે. ૧૯૬૯માં કેથલિક ચર્ચે કુલ ૧૧ વેલેન્‍ટાઈન સંત હોવાની વાત સ્‍વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સંત વેલેન્‍ટાઈને પોતાના મૃત્‍યુના સમયે જેલરની દીકરી જેકોબસને પોતાની આંખોનુ દાન કર્યુ. જેકોબસ અંધ હતી. આ બાદ સંતે એક પત્ર પણ લખ્‍યો અને તે પત્રમાં છેલ્લે લખ્‍યુ હતુ ‘વેલેન્‍ટાઈન'. આમ આ દિવસથી સંત વેલેન્‍ટાઈનની યાદમાં નિસ્‍વાર્થ ભાવે પ્રેમને યાદ કરીને વેલેન્‍ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ સને ૧૯૭૪માં શ્રી લોહાણા મહિલા મંડળની સ્‍થાપના કરી પરિવારના વડિલો પ્રત્‍યે આદર-સત્‍કાર આપવાની ભાવના જાગૃત કરવામાં સફળતા મેળવનાર સ્‍વ. નયના મેડમને આ દિવસે ખરાઅર્થમાં શ્રધ્‍ધાંજલી આપવા નયના મેડમ નારી સંસ્‍થાન અને નયના મેડમ રઘુવંશી લેડીસ કલબના સંયુકત ઉપક્રમે ગ્રુપના સભ્‍ય બહેનોના બાળકો માટે ઓનલાઈન વિડીયોના માધ્‍યમથી ‘તમારા ખરા વેલેન્‍ટાઈન કોણ ?' મા-બાપ, દાદા-દાદી કે નાના-નાની એ વિષય ઉપર આયોજન કરી ભૂતકાળના બાળપણમાં આ ત્રણ વડીલો પૈકી કોઈ યાદગાર પ્રેમની ઘટના બની હોય તે વર્ણવવાની રહેશે.

વેલેન્‍ટાઈનના દિવસે ખરા અર્થના વેલેન્‍ટાઈન આ ત્રણને મહત્‍વ આપીને પરિવાર પ્રત્‍યે લાગણી વધારવા પ્રયત્‍ન કરવા આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમા પસંદગી પામેલા બાળકોને જયેન્‍દ્રભાઈ જોબનપુત્રા દ્વારા ઈનામો આપી પુરસ્‍કૃત કરવામાં આવશે.

(11:44 am IST)