Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રામનાથપરાના પાર્થનું બાઇક ઓમનગરમાં સાઇકલને અડી જતાં ૩ શખ્‍સે ઘુસ્‍તાવ્‍યો

સમાધાન કરવાનું કહી ઢીકાપાટા માર્યાઃ એક શખ્‍સ છરી લઇને મારવા દોડયો

રાજકોટ તા. ૧૩: રામનાથપરાના યુવાને મવડી ઓમનગરમાં મામાના દિકરાના ઘર પાસે સાઇકલને બાઇક અડી જવા મામલે માથાકુટ થતાં ત્રણ જણાએ ગાળો દઇ માર મારતાં ફરિયાદ થઇ છે.

પોલીસે આ બનાવમાં રામનાથપરા-૬ ડંકીવાળી શેરીમાં રહેતાં અને બકાલુ વેંચતા પાર્થ હમીરભાઇ બાંભવા (ઉ.૧૮)ની ફરિયાદ પરથી દર્શન આહિર, મયુર સોઢીયા અને વિશ્વાસ રજપૂત સામે ગુનો નોંધ્‍યો છે.

પાર્થએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગુરૂવારે સવારે સાડા આઠેક વાગ્‍યે હું મારા મામાના દિકરા જીતુ ગોલતર જે મવડી ઓમનગર સર્કલ ૪૦ ફુટ રોડ ગિરનાર સોસાયટી માલધારી ચોકમાં રહે છે તેના ઘરે કામ માટે ગયો હતો. ત્‍યાં નજીકમાં મારો મિત્ર પુષ્‍પરાજસિંહ રહેતો હોઇ હું તેને લઇ ૧૫૦ રીંગ ફોર્ચ્‍યુન હોટેલ પાસે તપોવન સ્‍કૂલ ખાતે બીજા મિત્ર શુભરાજ કઉ.૧૫)ને તેડવા ગયા હતાં.

શુભરાજ છુટતા તેને બાઇકમાં બેસાડી ૪૦ના રોડેથી આવતાં હાં ત્‍યારે મારું હોન્‍ડા એક સાઇકલને અડી જતાં અજાણ્‍યા સાઇકલવાળાએ જોઇને ચલાવતો હોય તો તેમ કહેતાં સામાન્‍ય બોલાચાલી થઇ હતી. એ પછી હું મારા મામાના ઘરે જતો રહ્યો હતો. ત્‍યારબાદ હું અને પુષ્‍પરાજસિંહ ગિરનાર સોસાયટી-૫ના ખુણે એસકે ચોકમાં બેઠા હતાં ત્‍યારે હું જેને જોયે ઓળખુ છું એ મારો મિત્ર મયુર સોઢીયા, તથા બે અજાણ્‍યા આવ્‍યા હતાં. મયુરે કહેલ કે આ મારા સંબંધી આદિત્‍યની સાઇકલ સાથે તે બાઇક અથડાવ્‍યું છે, તારે અમારી સાથે સમાધાન કરવું પડશે તને જોઇ લેશું તેમ કહેતાં મેં તેને માથાકુટ કરવાની ના પાડતાં ત્રણેય વધુ ગાળો બોલવા માંડયા હતાં.

બાદમાં જાણવા મળેલુ કે બે શખ્‍સોના  નામ વિશ્વાસ રાજપૂત અને દર્શન આહિર છે. મયુર, દર્શન અને વિશ્વાસે મને ઢીકાપાટુનો માર મારી ગાળો દીધી હતી. વિશ્વાસે પીઠમાં ઢીકો માર્યો હતો. દર્શન નેફામાંથી છરી કાઢીને પાછળ દોડતાં હું નજીકની ઓફિસમાં જતો રહ્યો હતો. દેકારો થતાં ત્રણેય ભાગી ગયા હતાં. એ પછી મેં ફરિયાદ નોંધાવી હતી.

તાલુકાના એએઅસાઇ ડી. વી. ખાંભલાએ ગુનો નોંધી બે શખ્‍સને સકંજામાં લીધા છે.

(11:58 am IST)