Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સોમ - મંગળવારે પુષ્કળ લગ્નોત્સવ, ત્યારપછી બે મહિના સુધી બ્રેક

વસંતપંચમી સિધ્ધ મૂહુર્ત : લગ્નની નવી મોસમ ૨૪ એપ્રિલથી

રાજકોટ તા. ૧૩ : એક તરફ ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. બીજી તરફ લગ્નોત્સવની શરણાઇઓ ગુંજવા લાગી છે. તા. ૧૬મીએ વસંત પંચમી છે. વસંત પંચમી સિધ્ધ મુહૂર્ત ગણાય છે તે દિવસે અને તેની પૂર્વના દિવસે ગુજરાતમાં પુષ્કળ લગ્નોત્સવ છે. કોરોનાની ગાઇડલાઇન વચ્ચે લગ્નો યોજાઇ રહ્યા છે.

સબંધિત ધંધાર્થીઓને મોસમ ખીલી છે.  બે માસ બાદ તા. ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના લગ્નના બે શુભમૂહુર્તો આવ્યા છે. ત્યારબાદ ફરી બે માસનો વિરામ આવી રહ્યો છે. લગ્નોત્સવની નવી મોસમ ૨૪ એપ્રિલથી શરૂ થશે.

એપ્રિલમાં તા. ૨૪ થી ૨૭ અને ૨૯ તથા મે મહિનામાં તા. ૧, ૪, ૮, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦ અને ૩૧મીે લગ્નના મંગલ મુહૂર્તો છે.

(12:53 pm IST)