Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિહીપના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદજી સાવલાની ઉપસ્થિતિમાં

જૈન વિઝન અને વિહીપ દ્વારા કાલે રામ મંદિર નિધિ અર્પણ અને કોરોના વોરીયર્સ બહુમાન સમારોહ

રાજકોટ તા. ૧૩ : જૈન વિઝન  અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત ઉપક્રમે શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ અને કોરોના વોરીયર્સ બહુમાન કાર્યક્રમ કાલે તા. ૧૪ ના રવિવારે સાંજે પ.૩૦ વાગ્યે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવેલ છે.

વિહીપના માર્ગદર્શક અને આર્ષ વિદ્યામંદિરના પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ વિહીપના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદજી સાવલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહના અતિથિવિશેષ સ્થાને ભાજપ મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, સહકારી અગ્રણી જયોતિન્દ્ર મહેતા, સરદાર બાયો કેમના ધર્મેશભાઇ પટેલ, અગ્રણી બિલ્ડર ભૂપતભાઇ બોદર, જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ, અનિમેષભાઇ રૂપાણી, પ્રવીણભાઇ કોઠારી, સુનિલભાઇ શાહ ઉપસ્થિત રહેશે.આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેનાર હુકમચંદજી સાવલાનો ટુંકો પરિચય જોઇએ તો તેઓ બાલ્યકાળથી સંઘ સાથે કાર્યરત છે. સંઘ પ્રચારક હોવા સાથે વિહીપના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી પણ વહન કરી રહ્યા છે. કામધેનુ આયોગમાં પણ સભ્યપદ ધરાવે છે અને ગૌવંશ માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે. સારા વકતા તરીકેનો લાભ કાલે રાજકોટને આપશે.

આ સમારોહ દરમિયાન કોરોના વોરીયર્સ તરીકે રાજુ એન્જીનીયરીંગવાળા રાજુભાઇ દોશી, સોનમ કલોક મોરબીવાળા જયેશભાઇ શાહનું બહુમાન કરાશે.

સાથો સાથ અર્હમ યુવા સેવા ગ્રુપ, અન્નપૂર્ણા ગ્રુપ, કાનુડા મિત્ર મંડળ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, ગુરૂદ્વારા દુઃખ નિવારણ સાહેબ જેવી સંસ્થાઓએ કરેલા ઉમદા કાર્યોના આધારે સંસ્થાઓનું પણ બહુમાન કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિલન કોઠારી, ભરત દોશી, જય ખારા, ધીરેન ભરવાડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:51 pm IST)