Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કેદી રમેશ કથીરીયાને ઝડપી લેતી ફરલો સ્કવોડ

રાજકોટ, તા,. ૧૩: મધ્યસ્થ જેલમાંથી  પેરોલ જંપ કરનાર પાકા કામના કેદીને પેરોલ ફરલો સ્કવોડની ટીમે બાતમીના આધારે ૪૦ ફુટ રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જેલમાંથી વચગાળાના જામીન પરથી અથવા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી, હેડ કોન્સ. ઝાહીરભાઇ ખફી, કીશોરદાનભાઇ ગઢવી, કોન્સ. જયદેવભાઇ, ધીરેનભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ, કોન્સ. ભુમીકાબેન, સોનાબેન તથા ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદેવભાઇને મળેલી બાતમીના આધારે ૪૦ ફુટ રોડ ખોડીયાર હોટલવાળી શેરી મચ્છો હોટલ પાસેથી રમેશ ટપુભાઇ કથીરીયા (ઉ.વ.૪૦) (રહે. ૧પ૦ ફુટ રીંગ રોડ, ભવનાથ સોસાયટી, શેરી નં. ૧ મવડી)ને પકડી લઇ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો. પાકા કામનો કેદી રમેશ પેરોલ રજા પર છુટયા બાદ ફરાર થઇ ગયો હતો.

(2:53 pm IST)