Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પરફેકટ પોલીમર્સ ભાગીદારી પેઢીનો ૧૨ લાખ ૫૭ હજારનો ચેકરિટર્ન થતાં ફરિયાદ

રાજકોટ,તા.૧૩: અત્રે પોલીમર ઈમ્પેક્ષ  પ્રા.લી., રાજકોટનાએ પરફેકટ પોલીમર્સ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદાર સીધ્ધાર્થ બિપીનભાઈ ભાલાણી, પ્રતિક બિપીનભાઈ ભાલાણી, સાગર મહેન્દ્રભાઈ ભાલાણી તથા ભાવિક અરવિંદભાઈ ભાલાણી, પ્રતિક બિપીનભાઈ ભાલાણી, સાગર મહેન્દ્રભાઈ ભાલાણી તથા ભાવિક અરવિંદભાઈ ભાલાણી, ઠે.બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, શાપર વેરાવળના સામે રૂ.૧૨,૫૭,૯૨૯ /-નો ચેક ડિસઓનર થયા સબબ રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ફરિયાદની વિગતો મુજબ ફરીયાદી પ્લાસ્ટીક ગ્રેન્યુઅલ્સનું વેચાણ કરતી પ્રા.લી. કંપની છે. જયારે તહોમતદાર પૈકી પરફેકટ પોલીમર્સ ભાગીદારી પેઢી છે અને અન્ય લોકો જે તે પેઢીના ભાગીદાર છે. જેમાંથી ભાવિક અરવિંદભાઈ ભાલાણી તેની પેઢીમાં સાઈનીંગ ઓથોરીટી છે. તહોમતદારો શાપર મુકામે ધંધો કરે છે.

તહોમતદારોએ ફરીયાદી પાસેથી સને-૨૦૧૭થી બિલમાં લખી શરતો કબુલ રાખી, માલ ખરીદેલ છે. જેના રૂ.૧૨,૭૬,૭૧૬/- તહોમતદાર પેઢી પાસે ફરીયાદીના બાકી લેણાં નીકળે છે. તહોમતદારોએ ફરીયાદીનું બાકી લેણું કબુલ રાખી ફરીયાદીની તરફેણમાં રૂ.૧૨,૫૭,૯૨૯/-નો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, શાપર શાખાનો ચેક ઈશ્યુ કરી આપેલ છે. જેમાં પેઢી તથા ભાગીદારો વતી બી.એ.પટેલ- ભાવિક અરવિંદભાઈ ભાલાણીએ સહી કરી આપેલ.

ઉપર્યુકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીઓ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતાં સદરહું ચેક 'એકાઉન્ટ કલોઝડ'ના કારણોસર વગર સ્વીકાર્યે પરત ફરેલ છે. જેથી કાયદાના પ્રબંધો મુજબ તહોમતદારોને નોટીસ પાઠવવામાં આવેલ, જે નોટીસ આરોપીઓને તહોમતદારએ ડિસઓનર થયેલ ચેકની રકમ ફરીયાદીને ચુકવેલ નહી. જેથી રાજકોટ કોર્ટમાં ઉપરોકત પેઢી તથા તેના ભાગીદારો સામે ને.ઈ.એકટ કલમ- ૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ઉપરોકત ફરીયાદમાં ફરીયાદી પોલીમર ઈમ્પેક્ષ પ્રા.લી.વતી - વિકાસ કે.શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(2:53 pm IST)