Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મેમણ સમાજ દ્વારા યોજાયો જીવનસાથી પસંદગી મેળો

રાજકોટ : હાલાઇ મેમણ મુંબઇ અને યાસ્મીનબેન ફારૂક ચુનાવાલા અને ગનીભાઇ હાલાઇ મુંબઇના સૌજન્યથી તાજેતરમાં રાજકોટ ખાતે મેમણ સમાજ માટે જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરાયુ હતુ. જેમાં ૧૫૦ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. મુખ્યમહેમાનપદે વડાપ્રધાન ૧૫ મુદા અમલીકરણ સમિતિના ડીરેકટર ફારૂક બાવાણી તેમજ અન્ય મહેમાનોમાં  ડો. ગફારભાઇ ડબાવાલા, હાજીભાઇ સિવાણી, આરીફભાઇ પોપટપોત્રા, લીયાકતભાઇ ડોસાણી અમદાવાદ, હનીફભાઇ આકબાણી, યાસીનભાઇ બાવાણી, સલીમભાઇ આકબાણી, રહીમભાઇ બકાલી, સલીમભાઇ માકડા વગેરે ઉપસ્થિત રહેલ. મુખ્ય આયોજક રફીકભાઇ હાલાઇ અને સમાબેન હાલાઇ મુંબઇ દ્વારા મહેમાનોને ટ્રોફી આપી સન્મનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઝોનલ સેક્રેટરી અસ્લમભાઇ બાવાણી, હાજી યુનુસફભાઇ રજવી, રેસ્માબેન રજવી, યુસુફભાઇ ચોકસી, ઉજેર રફીકભાઇ હાલાઇ, મેમણ જમાત તથા સીહોર યુથ વિજ્ઞાના કાર્યકરોએ સેવા આપી હતી. સમગ્ર સંચાલન અમદાવાદના મેમણ અગ્રણી લીયાકતભાઇ દોસાણીએ અને અંતમાં આભારવિધિ રફીકભાઇ હાલાઇ મુંબઇએ કરી હતી.

(2:57 pm IST)