Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ તાલુકા ભાજપમાં ભડકા યથાવત : વિજય દેસાઇનો બળવો

કાળીપાટ બેઠક પર ઝંપલાવતા નિર્મલાબેન દેસાઇ

રાજકોટ તાલુકા ભાજપના અગ્રણી વિજય દેસાઇની જીવનસંગીની શ્રીમતી નિર્મલાબેને તાલુકા પંચાયતની કાળીયાટ બેઠક માટે ઉમેદવારી કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ,તા. ૧૩: તાલુકા -જિલ્લા પંચાયત માટે ઉમેદવાર પસંદગી વખતથી તાલુકા ભાજપમાં શરૂ થયેલ ભડકા મોટુ સ્વરૂપ પકડી રહ્યા છે. તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિજય દેસાઇએ તાલુકા પંચાયતની કાળીપાટ બેઠક પર બળવો કર્યો છે.

વિજય દેસાઇના ધર્મપત્ની નિર્મળાબેન કાળીપાટ બેઠક માટે અપક્ષ ઉમેદવારી કરી છે. તેણી ૨૦૦૬માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. વિજય દેસાઇ ૨૦૧૫માં ખોખડદળમાંથી વિજેતા થયા હતા. તેમણે ભાજપના અમૂક અગ્રણીઓની નીતિ-રીતિ સામે આક્રોશ ઠાલવ્યો છે.

(3:38 pm IST)