Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૩ : સગીરાનું અપહરણ કરી ભગાડી જઇ બળાત્કાર ગુજારી પોકસોના ગુન્હામાં સહઆરોપીને જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની પ્રાપ્ત માહીતી અનુસાર રાજકોટ જીલ્લાનાં લોધીકા ગામે સગીરાને લલચાવી ફોસલાવી ફરીયાદીનાં વાલીપણમાંથી અપહરણ કરી લઇ ગયેલો હતો.

સગીરા આરોપી પાસેથી એકલી તેના વતનમાં જતી રહેલી અને તેના પિતાને સાથે રાખી પોલીસ અધીકારી સમક્ષ રજુ થયેલી અને પુછપરછ કરતા પોતાના નીવેદનમાં આરોપી રીસુ ઉર્ફે રાજુ પાંગુભાઇ ડામોર તેના પિતા પાંગુભાઇ કાળુભાઇ ડામોર તથા તેની માતા ધુળીબેન પાંગુભાઇ ડામોરએ એકબીજાને મદદ કરી ભોગ બનનારને ધરારથી રીક્ષામાં બેસાડી લઇ ગયેલા અને વાડીએ બધા સાથે રહેવા લાગેલા અને આ કામના આરોપીએ ભોગ બનનારની સંમતિ વગર અવારનગાર શરીર સબંધ બાંધેલી અને ગભર્વતી બનાવેલી અને આરોપીના માતા-પિતાએ ભોગ બનનારને જાનથી મારી નખાવાની ધમકી આપતા અને ભોગ બનનારે સંતાનમાં એક પુત્રી જન્મેલ છે આ હકિકતના આધારે પોલીસ અધીકારી દ્વારા અસલ એફ.આઇ.આર.માં પોકસો એકટ તથા આઇ.પી.સી.ની કલમનો ઉમેરો કરાવવામાં આવેલો.

આવી હક્કીત ખુલતા પોલીસ દ્વારા હાલનાં અરજદાર ધુળીબેન પાંગુભાઇ ડામોર તથા અન્ય (૧) આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને જેલ હવાલે કરેલ હતો.

આ કામના અરજદાર ધુળીબેન પાંગુભાઇ ડામોર પોતાને જેલ મુકત થવા રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટ સમક્ષ જામીન અરજી ગુજારેલ જેમાં અરજદારના એડવોકેટ જીજ્ઞેશ જે.તેરૈયાએ હક્કીત વિષયક તથા કાયદા વિષયક વીધ્ધ્વતાપુર્વકની કાયદાકીય દલીલો કરેલી હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી આ કામના અરજદારને જામીન મુકત કરવાનો હુકમ ગોંડલના સ્પ. પોકસો અદાલત દ્વારા ફરમાવેલ હતો. અને અરજદારને જામીન મુકત કરેલા હતા.

આ કામમાં આરોપી ધુળીબેન પાંગુભાઇ ડામોર વતી રાજકોટના યુવા એડવોકેટ જીજ્ઞેશ જે. તેરૈયા, બી.વી.હાલા તથા જીતેન્દ્ર જી.કુબાવત રોકાયેલા હતા.

(3:38 pm IST)