Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સોમવારથી રાજકોટ એસટી દ્વારા માધાપર એસટી ડેપો શરૃઃ જામનગર - મોરબી - જૂનાગઢની ૭૦ ટ્રીપો ટ્રાન્સફર કરાઇ

રાજકોટ તા. ૧૩ : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બે મહિના પહેલા રાજકોટને પ્લેટફોર્મવાળો નવો એસટી બસ ડેપો આપવાની જાહેરાત કરી હતી.

દરમિયાન રાજકોટ એસટી ડીવીઝને નવા બસ પોર્ટ ઉપરથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા સોમવારથી જામનગર રોડ માધાપર ડેપો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે, જામનગર - મોરબી - જૂનાગઢની કુલ ૭૦ ટ્રીપો માધાપર ડેપોમાં ટ્રાન્સફર કરાઇ છે. જેમાં જામનગરની-૩૭, મોરબીની-૮ અને જૂનાગઢની-૨૫ ટ્રીપોનો સમાવેશ થાય છે, આ ત્રણેયની રાજકોટ પાસે કુલ ૧૮૦ ટ્રીપો છે, આમાંથી ૭૦ ટ્રીપો માધાપર ડેપો ઉપરથી ઉપડશે, ઉપરોકત ત્રણેય લાઇનની બસો નવા પોર્ટ પરથી મળશે એટલે મુસાફરોને કોઇ ચિંતા નહી રહે.

(3:39 pm IST)