Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

માતાજીને શિશ ઝૂકાવી પ્રચારનો પ્રારંભ કરતા વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવારો

રાજકોટ : અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સિલ્વર સ્ટોન - ૨ મેઈન રોડ ઉપર 'ભાવના સ્મૃતિ' ખાતે શ્રી બીપીનભાઈ પંડ્યા (બીપીન અદા- ૯૬૮૭૭ ૦૩૬૦૦) ના નિવાસસ્થાને બિરાજતા શ્રી અંબાજી માતાજીના મંદિરે વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવારો ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિનભાઈ પાંભર અને બીપીનભાઈ બેરાએ માતાજીના ચરણોમાં શિશ ઝૂંકાવી દર્શન કરી ચૂંટણી પ્રચાર - પ્રસાર કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોઈપણ ચૂંટણી હોય ત્યારે આ વોર્ડના ઉમેદવારો બીપીનદાદાના નિવાસસ્થાને જઈ માતાજીના દર્શન કર્યા બાદ જ ચૂંટણી પ્રચાર શરૂ કરતા હોય છે. તસ્વીરમાં વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવારો ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિનભાઈ પાંભર અને બીપીનભાઈ બેરા સાથે શ્રીમતી વંદનાબેન નીતિનભાઈ ભારદ્વાજ નજરે પડે છે.

(3:39 pm IST)