Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોઢ વણિક યુવા ગ્રુપ અને મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ

રાજકોટ : મોઢ વણિક યુવા ગ્રુપ અને મોઢ વણિક મહાજન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે લોકડાઉનના સમયગાળાથી લઇને અત્યાર સુધી જ્ઞાતિજનો માટે વિવિધ સેવા પ્રવૃત્તિઓ  હાથ ધરવામાં આવી હતી. પ્રથમ ચરણમાં શહેરમાં વસતા જ્ઞાતિના જરૂરતમંદ પરિવારજનોને તેમની જરૂરીયાત મુજબના રાશનની કીટ તેમના ઘરે પહોંચતી કરાઇ હતી. દવાની જરૂર હોય તેઓને દવા ખર્ચ પુરો પાડવામાં આવેલ. જરૂરીયાતમંદ જ્ઞાતિજનો ઉપરાંત પરપ્રાંતિઓને પણ બન્ને ટાઇમ ભોજનના ટીફીન પહોંચતા કરાયા હતા. જન્માષ્ટમીના તહેવારોમાં ૪૦૦ પરિવારોને ૮૦૦ કિલો મિઠાઇ અને ૯૫૦ કિલો ફરસાણનું વિતરણ કરાયુ હતુ. તેમજ દિવાળીના તહેવારોમાં પણ આશરે ૪૫૦ પરિવારજનોને ૯૦૦ કિલો મીઠાઇ અને ૧૧૦૦ કિલો ફરસાણનું વિતરણ કરાયુ હતુ. શિયાળામાં અડદીયા, ખજુર રોલ, ચીકીનું વિશેષ વળતર ભાવે વિતરણ કરાયુ હતુ. આ અલગ અલગ સેવાકીય પ્રકલ્પોમાં સ્વ. ઉર્મિલાબેન શાહ - યુ.કે. હસ્તે યોગેશભાઇ શાહ, મથુરાદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે તરલાબેન રસીકભાઇ મહેતા, દિવ્યેશભાઇ ધીરૂભાઇ શાહ, હસુમતીબેન કાંતીલાલ બખાઇ તથા યોગી કિરણભાઇ કાપડીયા, શ્રીમતી નયનાબેન મણીયાર, બી. એ. દેસાઇ યુ. કે., અશ્વિનભાઇ ચંદુલાલ પટેલ, હિતેશભાઇ જશવંતભાઇ અંબાણી, પ્રવિણભાઇ ડી. દોશી, આનંદભાઇ મણીઆર તરફથી યોગદાન અપાયુ હતુ. આ સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભા પારેખ, ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, કારોબારી સભ્ય કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેસ્વાણી, પ્રચાર પ્રસાર સેવા જ્ઞાતિ અગ્રણી અશ્વિનભાઇ પટેલે પુરી પાડી હતી. વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગયેશભાઇ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કિરેનભાઇ છાપીયા, ઉપપ્રમુખ સુનીલભાઇ વોરા, માનદમંત્રી અશ્વિનભાઇ વાડોદરીયા, સહમંત્રી કેતનભાઇ પારેખ, ટ્રેઝરર નીતિનભાઇ વોરા, ટ્રસ્ટી સુમનભાઇ ગાંધી, જગદીશભાઇ વાડોદરીયા, સંજયભાઇ મણીયાર, ઇલેશભાઇ પારેખ, કમીટી મેમ્બર આશીષભાઇ વોરા, સાવનભાઇ ભાડલીયા, શ્રેયાંશભાઇ મહેતા, પ્રશાંતભાઇ ગાંગડીયા, રાજદીપભાઇ શાહ, ચિંતનભાઇ વોરા, હીરેનભાઇ પારેખ, અશ્વિનભાઇ પટેલ, કેતનભાઇ મેસ્વાણી, જયેન્દ્રભાઇ મહેતા, મુકેશભાઇ પારેખ, સંજયભાઇ મહેતા, સુનીલભાઇ બખાઇ, કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેસ્વાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)