Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મતદાનનાં બહિષ્કારનો ફાયદો નથી, નુકસાન છે !

બહિષ્કાર કરવાથી રાજકીય પક્ષોને કાંઇ ફેર પડતો નથી !! ઉલ્ટાનું તમે તમારા પસંદગીના ઉમેદવાર ચૂંટવાનું ચૂકી જાવ છો : બહિષ્કાર બધા જ નથી કરતા એટલે ઓછા મતે પણ જીતવાના એ જીતવાના જ છે આથી વધુ ને વધુ મતદાન કરો -કરાવો

રાજકોટ,તા. ૧૩: આપણી સોસાયટીનું કામ નથી થતુ ચૂંટણીનો બહિષ્કાર. આપણા ગામના રસ્તાનું કામ થતુ નથી, કરો મતદાનનો બહિષ્કાર ! બહિષ્કાર... બહિષ્કાર...બહિષ્કાર....

ચૂંટણીનો કે મતદાનનો બહિષ્કાર કરો એ તમને યોગ્ય લાગતુ હશે તમને થતુ હશે કે તેનાથી રાજકારણીઓને સબક મળશે. તેનાથી તમારી સમસ્યા ફટાફટ ઉકેલાય જશે. એવુ પણ ઘણ લોકો માનતા હશે પરંતુ બહિષ્કાર કરવાથી તમને ફાયદો નહીં પણ રાજકીય પક્ષોને ફાયદો વધુ થાય છે એ જાણો છો ?

તેનો જવાબ શોધવા માટે લાબું વિચારવાની જરૂર છે મતદાનનો બહિષ્કારએ ફાયદો છે કે નુકસાન ? આ આવો સવિસ્તર સમજીએ.

તેઓ તમારા કામ થતા ન હોવાની નારાજ થઇને મતદાનનો બહિષ્કાર કરો છો તેથી રાજકીય પક્ષોને કાંઇ ફેર પડતો નથી. કારણે કે તમે તમારા વિસ્તાર કે એક ગામ બહિષ્કાર કરે છે પણ બીજા બધા વિસ્તારો કે ગામ બહિષ્કાર નથી કરતા તેની સંખ્યા વધુ છે એટલે તેના મત તો રાજકીય પક્ષોને મળવાના જ છે.

આથી થોડા ઓછા મત પડવાથી પણ જે જીતવાના હોય એ ઓછા મતથી પણ જીતશે જ. જીતી ગયા પછી કોણ તમે અને કોણ અમે ? જેવુ થાય તમારા વિસ્તારે તો મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તમારા ગામે તો ચૂટણી બહિષ્કારનું એલાન આપ્યુ હતું. પછી તમારા વિસ્તાર કે ગામના કામ શું કામ કરીએ.. એવુ પણ જીતનારા ઉમેદવાર કરી શકે.

તમારા મત ન પડવાથી કદાચ કોઇ કામ કરે એવા સારા ઉમેદવારની લીડ કપાઇ જાય અને એ ન જીતી શકે એવુ બનવાની પણ શકયતા રહે છે.

આ બધુ જોતા ચૂંટણી બહિષ્કાર કે મતદાન બહિષ્કાર કરવા કરતા વધુ ને વધુ મતદાન થાય તો તમારી પસંદગીના સારા ઉમેદવાર જીતી શકે. જો તમે મતદાન કરશો તો પવિત્ર ફરજ તો બજાવશો જ. સાથો સાથ સારા કામ કરતા ઉમેદવારો ચૂંટાવવામાં  તમારૂ પણ યોગદાન રહેશે. એટલે બહિષ્કાર ને છોડો અને અવશ્ય મતદાન કરો. વધુને વધુ મતદાન કરવો એ જરૂરી છે. જેટલુ વધુ મતદાન થાય એટલા રાજકીય પક્ષોના ગણિત ઉંધા વળી જાય છે. એટલે બહિષ્કાર નહીં પણ મતદાન અવશ્ય કરો અને કરાવો.

(3:41 pm IST)