Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોંગ્રેસનો આંતરકલહ પક્ષના ઉમેદવારોને પરાજિત કરશેઃ મનિષભાઈ રાડિયા

રાજકોટની પ્રજાએ કયારેય ત્રીજા રાજકીય પક્ષ કે અપક્ષને સ્વીકાર્યા નથીઃ જયમીન ઠાકર કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં મૂંગેરીલાલના હસીન સપના દેખાડે છેઃવોર્ડ નં.૨ માં લોકસંપર્ક

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૨ના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ અને મીનાબેન જાડેજા કાર્યકરોની ફોજ સાથે લોકસંપર્ક કરી રહ્યા છે. જામનગર રોડ પરની વાંકાનેર સોસાયટી, કોપર સીટીમાં ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે લોકસંપર્કનો શુભારંભ કરાવ્યો  હતો, આ બંને વિસ્તારોમાં ઉમેદવારોએ ઘરે ઘરે સંપર્ક કરીને વડીલ મતદારોના વિજયના આશીર્વાદ મેળવ્યા હતાં. લોકસંપર્ક યાત્રા આગળ વધતાં એરપોર્ટ આસપાસના વિસ્તારો પ્રગતિ સોસાયટી, સૌરભ સોસાયટી, રૂચી બંગલોઝ, શિવાજી પાર્ક, ચંદ્રનગર, હરિપાર્કમાં થઈને રામેશ્વર મંદિર દર્શન કરીને બીજા દિવસના કાર્યક્રમમાં રૈયા રોડ પરના આઝાદ ચોક, નહેરૂનગર આસપાસના વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો હતો. આ વિસ્તારો મુસ્લિમ વસ્તીના હોય, કોંગ્રેસથી નારાજ મુસ્લિમોનો મોટો વર્ગ આ ચૂંટણીમાં ભાજપને સમર્થન કરશે એવો માહોલ સર્જાયો છે. અનેક મુસ્લિમ પરિવારોએ ભાજપના ચારેય ઉમેદવારોને ફૂલહાર કરીને આવકાર્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

બજરંગવાડી, ગર્વમેન્ટ કવાર્ટર, વાંકાનેર સોસાયટી વિસ્તારોમાં યોજાયેલ જુથ મીટીંગોમાં મનિષભાઈ રાડિયાએ ઉપસ્થિત ભાઈઓ- બહેનોને જણાવ્યું હતું કે, કોંગ્રેસનો આંતર કલહ આ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને પરાજીત કરશે. જયમીન ઠાકરે કહ્યું કે, રાજકોટને ૧૯૭૩માં મહાનગર પાલિકાનો દરજજો મળ્યો છે, તેના ૪૮ વર્ષના શાસનમાં ફકત એક જ વખત રાજકોટની જનતાએ કોંગ્રેસને શાસન આપવાની ભૂલ કરી છે, ત્યારબાદ કયારેય ભૂલને દલહરાવી નથી. પ્રજાની ભાજપ પ્રત્યેની આ વિશ્વસનીય માનસિકતાને કારણે જ આજે રાજકોટનો વિકાસ ઝાકમઝોળ છે, વિકાસનું વિઝન ફકત ભાજપ પાસે જ છે. આટલાં વર્ષોમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગઈ છે, વિરોધના માત્ર નાટકો જ કરે છે. જુથ મિટીંગમાં દર્શિતાબેન શાહે કહ્યું કે, ''કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાને મૂંગરે લાલના હસીન સપના દેખાડે છે'' તેના ચૂંટણી ઢંઢેરાના તમામ મુદ્દાઓનો ભાજપ સાશનમાં અમલ થયો છે, પ્રજા મુર્ખ નથી. દરેક જુથ મીટીંગોમાં વિવિધ સમાજના પ્રબુધ્ધ પ્રજાજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને ભાજપને આ ચૂંટણીમાં સમર્થન કરવાનો વિશ્વાસ આપ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

વોર્ડ નં.૨ના ભાજપના ઉમેદવારોના લોકસંપર્ક દરમ્યાન ભાજપના વોર્ડ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રીઓ  દશરતભાઈ વાળા, ભાવેશભાઈ ટાઈટા અને ચૂંટણી ઈન્ચાર્જ વિનોદભાઈ પોપટની આગેવાનીમાં કેયુર ડોડિયા, જયકિશન ઝાલા, મયુરભાઈ રાડિયા, જયદેવભાઈ ગઢવી, ચંદ્રસિંહ જાડેજા, કમલ ભટ્ટ, ઉદયભાઈ સોમૈયા, અર્જુનભાઈ રાડિયા, અવિરતસિંહ સરવૈયા, પૃથ્વીસિંહ જાડેજા, એઝાઝ બુખારી, શોકત કચરા, મહિલા અગ્રણીઓ દીયાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, હર્ષિદાબા કનેજીયા, અમીબેન પારેખ, રસિલાબા જાડેજા, વિનિતાબેન જાડેજા, નયનાબા જાડેજા, ઈલાબા જાડેજા વિ. નિતાબેન જાડેજા, ભાવનાબેન વડસરિયા, અનિતા સાપરિયા, જયોતિબેન રાણા, દુર્ગાબેન, રાજયગુરૂ, નિલમબેન જાની, અનુબેન પરમાર, ગીતાબેન ચાવડા, દક્ષાબેન ડોડિયા, મધુબેન સંચાણિયા, સપનાબેન મકવાણા, પ્રફુલાબેન સરવૈયા, નમ્રતાબેન રાઠોડ વગેરે કાર્યકર બહેનો લોકસંપર્કમાં હાજરી આપી હતી.

(3:41 pm IST)