Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઃ બપોરે ર સુધીમાં કોંગ્રેસ-ભાજપ-બસપા-એનસીપી-આપ-અપક્ષના ૪૯ ફોર્મ ભરાયાઃ સોમવારે ચકાસણી

રાજકોટ-પારડી-ગોંડલ-લોધીકા-પડધરી-જેતપુરમાં ધસારોઃ મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ

રાજકોટ, તા., ૧૩: રાજકોટ જીલ્લાની ૩૬ બેઠકો અને જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતની કુલ ર૦ર બેઠકો ઉપર આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવાનો ભારે ધસારો રહયો છે. બપોરે ર વાગ્યે મળતા રીપોર્ટ મુજબ રાજકોટ જીલ્લા પંચાયત, રાજકોટ તાલુકા પંચાયત, લોધીકા-પડધરી-કોટડા સાંગાણી -ગોંડલ -જેતપુર તાલુકાની બેઠકો ઉપર વિવિધ પક્ષો દ્વારા કુલ ૪૯ જેટલા ફોર્મ ભરાયા છે.

રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહીલે અકિલાને જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતની ૬ બેઠક ઉપર આજે કુલ ૩૩ ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ અપક્ષ વિગેરે છે આણંદપર-પ, બેડલા-૩, કુવાડવા-૪, બેડી-પ, કસ્તુરબાધામ-૯, અને સરધાર બેઠક ઉપર ૭ ફોર્મ ભરાયા છે.

જયારે રૂરલ પ્રાંતશ્રી દેસાઇએ અકિલાને જણાવેલ કે બપોરે ર સુધીમાં લોધીકા-પડધરી -કોટડા સાંગાણી-પારડી બેઠક ઉપર ૧૦ ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના ડમીનું ૧, અપક્ષ-૧, બસપા-૧, એનસીપી-૧, કોંગ્રેસે-૩, ફોર્મ રજૂ કર્યા હતા. આ ઉપરાંત જીલ્લા પંચાયતમાં ગોંડલ તાલુકાની બેઠક ઉપર-૩, જેતપુરની ૪ બેઠક માટે ૬ ફોર્મ ભરાયા છે, જયારે રાજકોટ તાલુકા મામલતદારશ્રી કથિરીયા સમક્ષ રાજકોટ તાલુકાની -૧૧ બેઠક માટે વધુ ૧૦ ફોર્મ ભરાયા હતા. હજુ બપોરે ૩ સુધી ફોર્મ ભરાશે, આ આંકડો ૧૦૦ને વટાવી જશે.

અત્રે એ નોંધનીય છે કે ભરાયેલ ફોર્મની ચકાસણી સોમવારે સવારે ૧૧ વાગ્યાથી દરેક આર.ઓ. દ્વારા શરૂ થશે, અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, મંગળવારે બપોરે ૪ વાગ્યે ચીત્ર ફાઇનલ થશે.

(3:42 pm IST)