Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વોર્ડ નં.૭ના મતદારો પરિપકવ, કોને મત આપવો એ બરાબર જાણે છેઃ કશ્‍યપ શુકલ

નેહલ- દેવાંગની જોડી સહિત સમગ્ર પેનલ માટે વિજયી ભવઃની ઘોષણાઃ કાર્યકરોનું સંમેલન

રાજકોટઃ  મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૭ના ભાજપના શિક્ષિત અને સમાજને સમર્પિત ઉમેદવારોને સમાજના વિવિધ વર્ગનું સમર્થન મળી રહ્યું છે.આત્‍મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો અને અન્‍ય કર્મચારીઓએ ભાજપના ચારેય ઉમેદવારમાં પોતાનો વિશ્વાસ વ્‍યક્‍ત કરીને એમને જંગી બહુમતિથી જીતાડી પોતાના વોર્ડનું  પ્રતિનિધિત્‍વ કરવાની જવાબદારી સોંપવા સંકલ્‍પ કર્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

એવી ચર્ચા છે કે ભાજપે જાહેર કરી ત્‍યારથી એક જ ચર્ચા સર્વત્ર છે કે ભાજપે વધુમાં વધુ શિક્ષિત લોકોને ટીકિટ ફાળવી છે. એમાં પણ વોર્ડ નં. ૭માં તો પીએચ.ડી. અને વીસ વર્ષથી ઉચ્‍ચ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા ડો.નેહલ ચીમનભાઇ શુક્‍લની પસંદગી થઇ છે. યુવા વર્ગમાં તેઓ જાણીતા જ નહીં પરંતુ માનીતા પણ છે. દેવાંગ માંકડ પણ કમ્‍પ્‍યુટર શિક્ષણની સંસ્‍થા સાથે સંકળાયેલા છે અને શિક્ષણ સમિતિના પાંચ વર્ષ અધ્‍યક્ષ રહ્યા છે. આ બન્‍ને યુવાન  શિક્ષિત ઉમેદવાર છે તો સાથે વર્ષાબહેન પાંધી અને જયશ્રીબહેન ચાવડા ગૃહિણીઓ છે.મહિલા અગ્રણી છે.

આત્‍મીય યુનિવર્સિટી ખાતે વોર્ડ નં. ૭ના ઉમેદવારો માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્‍ટાફે ચારેયની ઉમેદવારી માટે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. નેહલભાઇ-દેવાંગભાઇની જોડી સહિત આખી પેનલ માટે વિજયી ભવઃનો નાદ સમગ્ર કેમ્‍પસમાં છવાયો હતો.

 નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં પુર્વ કોર્પોરેટર કશ્‍યપ શુકલે કહ્યું કે વોર્ડ નં. ૭ રહેણાંક, વેપારી, વ્‍યવસાયી લોકોનો સમન્‍વય ધરાવતો વિસ્‍તાર છે. રાજકોટના સર્વપ્રથમ મેયર સ્‍વ.અરવિંદભાઇ મણિયાર, અને એ પછીના મેયરો સ્‍વ.વિનોદભાઇ શેઠ, નાણામંત્રી અને મેયર શ્રી વજુભાઇ વાળા, શ્રીમતિ ભાવનાબહેન જોશીપુરા, શ્રી વિજયભાઇ રૂપાણી બધા જ આ વિસ્‍તારમાંથી ચૂંટાયા હતા. સ્‍વ.કેશુભાઇ પટેલ મુખ્‍યમંત્રી બન્‍યા પરંતુ એમનો મૂળ મતવિસ્‍તાર હાથીખાના એ અત્‍યારે વોર્ડ નં. ૭માં સમાવિષ્ટ છે. નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રી બન્‍યાએ આ વિસ્‍તારમાંથી અને વિજયભાઇ રૂપાણી પણ મુખ્‍યમંત્રી બન્‍યા તે રાજકોટ પમિમાં આ બધા વિસ્‍તારનો સમાવેશ છે.

૧૯૬૭માં સ્‍વ.ચીમનભાઇ શુક્‍લ પણ અહીંથી ચૂંટાયા હતા. આજે નરેન્‍દ્રભાઇ મોદી વડાપ્રધાન છે, તેઓ પણ પોતાના જીવનની પ્રથમ ચૂંટણી તો અહીંથી જ લડ્‍યા એટલે રાજકોટના આ વોર્ડનં. ૭ના મતદારો પરિપક્‍વ છે. પોતાનો મત કોને આપવો અને કોને નહીં તે એ લોકો બરાબર જાણે છે. આ વોર્ડે સ્‍થાનિક થી લઇને રાષ્‍ટ્રીય નેતૃત્‍વની ભેટ આપી છે. રાજકીય અને સામાજિક સીમા ચિો સ્‍થાપિત કરતો આ ઐતિહાસિક વોર્ડ છે.

વોર્ડ નં. ૭ની ભાજપની પેનલ ડો.નેહલ શુક્‍લ, દેવાંગ માંકડ,વર્ષાબહેન પાંધી,જયશ્રીબહેન ચાવડાને જોરદાર આવકાર મળી રહ્યો છે. ઉમેદવારોએ કાર્યકર્તાઓની સાથે કરણપરા વિસ્‍તાર, ગરબી ચોક, નાગર બોર્ડીંગ, આલાબાઇનો ભઠ્ઠો, વિદ્યાનગર મેઇન રોડ, સરસ્‍વતી શીશુ મંદિર વિસ્‍તારમાં લોક સંપર્ક કર્યો ત્‍યારે વેપારીઓ, બહેનોએ સૌને આવકાર્યા હતા અને ભાજપના કામ માટે સંતોષ વ્‍યકત કર્યો હતો.  કરણપરા ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં પણ બહોળી સંખ્‍યામાં બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા અને ભાજપની પેનલને જીતાડવા નિર્ધાર કર્યો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 

(3:45 pm IST)