Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોંગ્રેસના નકારાત્‍મક રાજકારણને જડબાતોડ જવાબ આપજોઃ નીતિન ભારદ્વાજ * વોર્ડ નં.૯ના ભાજપના મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

રાજકોટઃ શહેર ભાજપની એક યાદી મુજબ શહેરના વોર્ડ નં.૯ના ભાજપના ઉમેદવારોના પ્રચારર્થે સાધુ વાસવાણી રોડ ઉપર ઓસ્‍કાર ટાવર પાસે ભાજપના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. વોર્ડ નં.૯ના ભાજપના ઉમેદવારો દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્‍યાય, પુષ્‍કર પટેલ, જીતુભાઈ કાટોળીયાના પ્રચારાર્થે શરૂ કરાયેલ આ મધ્‍યસ્‍થ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મૌલેશભાઈ ઉકાણી, પરેશભાઈ ગજેરા, ડી.કે. સખીયા, મહેન્‍દ્રભાઈ ફળદુ, આર.સી. પટેલ, વિજયભાઈ સખીયા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, રમણભાઈ વરમોરા, યોગેશભાઈ પુજારા, સ્‍મીતભાઈ કનેરીયા, ચંદુભાઈ રાયચુરા, પૂર્વ કોર્પોરેટરો પ્રવીણભાઈ મારૂ, રૂપાબેન શીલુ, શીલ્‍પાબેન જાવીયા, મુંજકાના પૂર્વ સરપંચ જે.ડી.જાદવ, વિક્રમ પુજારા, પૂર્વ ધારાસભ્‍ય માધુભાઈ બાબરીયા, ચનાભાઈ ગોહેલ, ભુપતભાઈ સેગલીયા, દીનેશભાઈ ટોળીયા, હીરાભાઈ જોગરાણા, પ્રફુલભાઈ કાથરોટીયા, કાન્‍તીભાઈ ઘેટીયા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નીર્મળ, વોર્ડ મહામંત્રીઓ હીરેન સાપરીયા, વીરેન્‍દ્ર ભટ્ટ તેમજ જયસુખ કાથરોટીયા અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે કમલેશ મિરાણીએ જણાવ્‍યું હતું કે આપણે કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર અને મહાનગરપાલીકામાં ભાજપ દ્વારા અગણિત વિકાસ કામોનું ભાથુ લઈને પ્રજાજનો સમક્ષ જવાનું છે અને પેજ કમીટીના કાર્યકર્તાઓ મતદારોના એક- એક ઘરનો વ્‍યકિતગત સંપર્ક કરીને આપણો સંદેશો પહોંચાડવાનો છે.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે કોંગ્રેસના નકારાત્‍મક રાજકારણને જડબાતોડ જવાબ આપીને મહાનગરપાલીકામાં ૭૨ બેઠકો ઉપર કમળ ખીલાવવા આપણે સૌએ કટીબધ્‍ધ થવાનું છે. આ તકે રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ જણાવેલ કે, આપણી ભાજપની કેન્‍દ્ર અને રાજય સરકારે સમાજનાં વિવિધ વર્ગોના ઉત્‍કર્ષ માટે સંખ્‍યાબંધ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, બીલ્‍ડર એશો.ના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપના ઉમેદવાર પુષ્‍કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાએ પણ  પ્રસંગોચિત ઉદ્‌બોધનો કર્યા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:46 pm IST)