Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

આપણા ઉદ્યોગકારોમાં એવી ટેલેન્‍ટ છે કે કયાંય પાછા ન પડે : કેવિન ડાયસ

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગકારો વેપારીઓ માટે યોજાયેલ સેમીનારમાં શેર યોર એચઆર કંપનીના સીઇઓનું ઉદ્દબોધન

રાજકોટ :  સૌરાષ્ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા ઉદ્યોગકારો તથા વેપારીઓ માટે ઉદ્દભવતા પ્રશ્નોના તથા તેમના નિવારણ તેમજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્‍ટ અંગે એક સેમિનાર યોજાઈ ગયો. સેમિનારમાં મુંબઈ તેમજ આંતરાષ્ટીય સ્‍થિત ShareYourHR કંપનીના CEO તેમજ ફાઉન્‍ડર કેવિન ડાયસ તેમજ બીઝનેસ કન્‍સલટન્‍ટ આશિષ વર્માના માર્ગદર્શનનો લાભ સૌરાષ્ટ્ર-કચ્‍છના ઉદ્યોગકારોને મળ્‍યો હતો. કેવિન ડાયસએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું કે વિશ્વ કોરોના જેવી મહામારીથી પીડાઈ રહ્યું છે ત્‍યારે સૌરાષ્ટ-કચ્‍છના ઉદ્યોગકારોએ પોતાની આગવી ટેલેન્‍ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્‍છનું નામ વિશ્વ લેવલે ગુંજતું કર્યું છે. કોઈપણ કાર્યમાં નાના મોટા પ્રશ્નો તો આવતા જ હોય છે પરંતુ તેનું ચોક્કસ નિરાકરણ પણ હોય છે. આ તકે નિષ્‍ણાતોએ એડમિનીસ્‍ટ્રેશન દ્વારા ખરીદી - ઉત્‍પાદન અને વેચાણ કઈ રીતે સરળતાથી થઈ શકે તેવું માર્ગદર્શન આપેલ. ડેમોસ્‍ટ્રેશન દ્વારા સમજાવેલ. વિશ્વમાં અત્‍યારે હરીફાઈ ચાલી છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર-કચ્‍છના ઉદ્યોગકારો, એક્‍સપોર્ટરો તથા વ્‍યાપારીઓ ક્‍યાંય પાછળ ન રહે તે અંગે ટ્રેનિંગ આપવાની પણ વ્‍યવસ્‍થા કરેલ. આ સેમિનારમાં બોલતા ShreYourHR કંપનીના બિઝનેસ કન્‍સલ્‍ટન્‍ટ આશિષ વર્માએ વ્‍યાપારીઓના પ્રશ્નોના નિવારણ અંગે માર્ગદર્શિત કરેલ તેમજ તે અંગે કંપનીના સોફ્‌ટવેર અંગે માહિતી રજુ કરેલ. તેમણે સેમિનારમાં આવેલ આ સભ્‍યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપેલ. આ સેમિનારમાં આવેલ સભ્‍યોની મળેલ માહિતીથી પ્રભાવિત થઇ કંપની દ્વારા રાજકોટમાં એક સેન્‍ટર ઉભું કરવાની પણ જાહેરાત કરવામાં આવેલ. પ્રમુખ સ્‍થાનેથી બોલતા સૌરાષ્ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ નલિન ઝવેરીએ આગવી સૂઝથી ઉદ્યોગકારો આગળ વધે તે અંગે રામાયણ, મહાભારત, ગીતા થતા સૌરાષ્ટની કો ઠાસુઝવાળા ઉદ્યોગકારોના દ્રષ્ટાંત આપી ઉદ્યોગકારોનો વિશ્વાસ વધારેલ. તેમને સૌરાષ્ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીની પ્રણાલીની પણ વાત કરી આ ચેમ્‍બરે જે ટૂંકા ગાળામાં અપ્રતીત પ્રગતિ કરી છે તેમાં મળેલ સહકાર બદલ અધિકારીઓ, ઉદ્યોગકારો, વ્‍યાવસાયિકો, દૈનિકપત્રો વગેરેનો આભાર વ્‍યક્‍ત કરેલ. આ કાર્યક્રમમાં એક્‍સટેન્‍સન સેન્‍ટર રાજકોટ MSME આગ્રાના પ્રવીણ જોશી તથા પ્રણવ પંડયા ઉપસ્‍થિત રહેલ. તેમણે પણ ઉદ્યોગોની ગતિ કેમ વધારી શકાય તેમજ MSME તરફથી મળતા લાભો કઈ રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શિત કરેલ. જિલ્લા ઉદ્યોગ કેન્‍ટરના એન. કે. ઢુંવા તથા મી.રક્ષિત, યશ બેન્‍કના મેહુલ મહેતા, એરટેલ બેન્‍કના માલયભાઈ રૂપાંરેલ, રાજેશ રૂપારેલીયા, જન  લોન કેન્‍દ્રના ડો.શ્રીપાલ ખજુરીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન તથા આભારવિધિ સૌરાષ્ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના મહામંત્રી સંજય લાઠીયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના, પ્રવીણ જસાણી, સ્‍મિતભાઈ પટેલ, જીતેન રવાણી, રાજેશભાઈ રાણપરીયા, યશ રાઠોડ, ફેનિલ મહેતા, જયસુખ આડેસરા, મૌલિક ત્રિવેદી, ગિરીશ ઠોસાણી, જીતેન દ્યેટીયા,  ડો. ભાવેશ સચદે, અશ્વિન લોઢીયા, રિતેશ પાલા સુરેશ પટેલ, મેહુલ મેહતા, હરેશ સોનપાલ, અશ્વિન સખીયા, સંજય મહેતા,જીતેન્‍દ્ર પરમાર, મહેશ સોનપાલ વસુભાઈ લુંધ, હસમુખ કોટેચા, વિનુભાઈ વેકરીયા, લક્ષ્મણભાઇ સાકરીયા, કમલેશભાઈ આંબલીયા ધવલ મહેતા, સંદીપ દવે, પ્રણવ પરીખ વિશ્વેષ વોરા, ચંદ્રશ ઇન્‍દ્રોડીયા વેગેરેએ જહેમત ઉઠાવેલ.

 

(3:47 pm IST)