Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

એક્ટ્રેસ બનવા મુંબઈ ભાગી ગયેલી યુવતીને પરત લવાઈ

દિકરા જે કરી શકે એ દિકરી પણ કરી શકે : ઘરેથી ૫૦૦ લઈને નિકળેલી કિશોરી મુંબઈના સ્ટૂડિયોમાં પહોંચતા પોલીસને જાણ કરાતા પરિવાર સાથે મેળાપ થયો

રાજકોટ, તા. ૧૩ : રાજકોટની કરાટે ચેમ્પિયન ૧૬ વર્ષની કિશોરી રચના (નામ બદલ્યું છે) ફેબ્રુઆરીના રોજ મવડી ચોકડીએ બૂક લેવા માટે ગઇ હતી. બાદમાં ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ રચના ઘરેથી ૫૦૦ રૂપિયા લઇ સુરત પહોંચી ગઇ હતી. સુરત પહોંચી તો તેની પાસે માત્રે રૂપિયા વધ્યા હતા. બાદમાં તેણે પોતાની સોનાની બૂટી વેચી મુંબઇ એક્ટ્રેસ બનવા માટે પહોંચી હતી. મુંબઇમાં એકલી જોઇ કેટલાક શખ્સોએ છેડતીનો પ્રયાસ કરતા તેણે હીરોની ફાઇટ આપી હતી. બાદમાં અંધેરીના સ્ટુડીયોમાં પહોંચી ત્યારે ઓડિશન નહીં પણ શુટિંગ ચાલુ હોય સ્ટુડિયો સંચાલકને વાત કરી હતી. બાદમાં સ્ટુડિયો સંચાલકે પોલીસની મદદ લીધી હતી. આથી રાજકોટ તાલુકા પોલીસ મુંબઇથી રચનાને લઇ આવી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

રચના ગુમ થતાં વાત તાલુકા પોલીસ સુધી પહોંચતા સગીર ગુમ થવાના કિસ્સામાં તુરંત એફઆઈઆર દાખલ કરવાનો નિયમ હોવાથી પીઆઈ જે.વી. ધોળાની રાહબરીમાં પીએસઆઈ મોરવાડીયા અને સ્ટાફે તુરંત રચનાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે અને રચનાના સગા-સંબંધીઓએ પોત પોતાની રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત, મુંબઇ સહિતના શહેરો સુધી દોડધામ શરૂ થઇ હતી. દરમિયાન રચના અંધેરીમાં આવેલા એક ફિલ્મ સ્ટુડિયો ખાતે હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અને રચનાના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતાં અને હેમખેમ પરત લાવ્યા હતાં.

ધોરણ ૧૧માં ભણતી અને એનસીસી કેડેટ એવી રચનાએ પોતે સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા કહ્યું હતું કે- મારું કોઇ અપહરણ કરી ગયું નહોતું, હું મારી જાતે મુંબઇ ગઇ હતી. મારે સાબિત કરવું છે કે સમાજમાં પરિવારમાં દિકરા જે કરી શકે કોઇ પણ દીકરી પણ કરી શકે. પરંતુ દીકરી પોતાની રીતે પોતાના ગોલ સુધી પહોંચવા સક્ષમ હોવી જોઇએ. હું કરાટે અને યોગા ચેમ્પિયન છું

રચનાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇ મારી સાથે ખોટુ કરી શકે, ખરાબ નજર કરે તો પણ હું તેની સામે લડી શકું તેમ છું. હું ફેબ્રુઆરીએ ઘરેથી રૂ. ૫૦૦ લઇને નીકળી હતી. આધારકાર્ડ હોવાથી ટ્રેનમાં ટિકિટ મળી. આથી બસમાં બેસી સુરત પહોંચી હતી. ત્યાં ગયા પછી પૈસા ખુટી ગયા હતાં. પાણીની બોટલ લેવી હતી. પરંતુ માત્ર રૂપિયા બચ્યા હતાં. છેલ્લે મજબૂર થઇ મારે સોનાની બુટી વેચવી પડી હતી.

બાદમાં હું વાપી થઇ મુંબઇ જવા રવાના થઇ હતી. પણ ઉંઘ આવી જતાં માલેગાંવ પહોંચી ગઇ હતી. પછી બસ મારફત મુંબઇ જઇ અંધેરી સ્ટેશન સુધી ટ્રેનમાં ગઇ હતી. ત્યાંથી ચાલતા ચાલતા ફિલ્મ સ્ટુડિયો તરફ રવાના થઇ હતી. પણ સ્ટુડિયો મળતાં એક રિક્ષા ભાડે કરી હતી અને અંતે ત્યાં પહોંચી હતી. મેં વિનંતી કરતાં મને એન્ટ્રી અપાય હતી. પણ સંચાલકે હાલમાં શુટિંગ ચાલુ હોય એક મહિના પછી ઓડિશન હોવાનું કહ્યું હતું. હું છેક રાજકોટથી આવી હોવાનું જાણી તેણે મને જમાડી હતી અને સમજાવી હતી. તેમજ ઓડિશન શરૂ થશે પછી બોલાવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મારા ઘરે ફોન કરતાં હું પરિવાર સુધી પહોંચી હતી.

રચનાએ એમ પણ કહ્યું હતું કે મને એકલી જોઇને સુરત, મુંબઇમાં કેટલાક શખ્સોએ નજર બગાડી હતી.પરંતુ હું કરાટે ચેમ્પિયન હોવાથી એવા શખ્સોને બરાબરનો પરચો મેં આપી દીધો હતો. હું કોઇને એમ નથી કહેતી કે તમે પણ રીતે પરિવારની જાણ બહાર નીકળી જજો. કારણ કે બધા મારા જેવા સક્ષમ પણ હોય, હું જે મુશ્કેલીઓ સામે લડી શકું તેની સામે પણ લડી શકતાં હોય. પણ એટલુ ચોક્કસ કહીશ કે દિકરા જે કરી શકે દીકરીઓ પણ કરી શકે. બસ વાત સાબિત કરવા હું નીકળી ગઇ હતી.

(8:47 pm IST)