Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

રૈયાધાર બારમાળીયા કવાર્ટરમાં લાલજીના મિત્રના મામા સહિત ૭ શખ્‍સોની ધમાલ

લાલજી ઉર્ફે લાલાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ : મિત્ર દેવરાજ અને તેના પરિવારને આશરો આપ્‍યો હોવાની શંકાએ મામા હરસુખ સહિત ૭ શખ્‍સોએ સોડાબોટલના ઘા કરી વાહનો તથા કવાર્ટરમાં તોડફોડ કરી

રાજકોટ તા. ૧૩ : રૈયાધાર રાણીમા રૂડીમાં  ચોક બારમાળીયા કવાર્ટરમાં રહેતા યુવાનના મિત્રના મામા સહિત સાત શખ્‍સોએ ધમાલ મચાવી સોડાબોટલના ઘા કરી પાર્કિંગમાં પડેલા વાહનો તથા કવાર્ટરમાં તોડફોડ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે આવેલા બારમાળીયા કવાર્ટર વીંગ -એ કવાર્ટર નં. ૧૧૦માં રહેતા લાલજી ઉર્ફે લાલો નગીનભાઇ ચૌહાણ (ઉ.ર૮) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયાધાર મફતીયાપરા હાલ કાલાવડ રોડ વાછરાદાદાના મંદિરની બાજુમાં રહેતા હરસુખ બાબુભાઇ મકવાણા, તેનો પુત્ર કરન, અર્જુન તથા શાંતિનગરના ગેઇટ પાસે રહેતો નવાબ જાહીદભાઇ ખાક, જંગલેશ્વરનો સુલેમાન તેનો પુત્ર તોસીફ તથા અુક અજાણ્‍યા શખ્‍સ સામે ફરીયાદ નોંધાવી છે લાલજીએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે કડીયાકામ કરે છે. ગઇકાલે રાત્રે પોતે તથા પત્‍ની વીભા અને પુત્ર ત્રણેય ઘરમાં બેઠા હતા તયારે મિત્ર દેવરાજ અરવિંદભાઇ સોલંકી (રહે. રૈયાધાર મફતીયાપરા હાલ જીવરાજપાર્ક  સીતાજી ટાઉનશીપ વીંગ-એ ફલેટ નં. પ૦૩) નો ફોન આવતા તેણે કહેલ કે ‘તમ. તમારા એપાર્ટમેન્‍ટની નીચે આવો' તેમ જણાવતા પોતે તથા ભાઇ ધર્મેશ બંને નીચે ગયા અને એપાર્ટમેન્‍ટના ગેઇટ પાસે મિતર દેવરાજ તેનો ભાઇ પ્રભાત અને તેની માતા વિજયાબેન ત્રણેય હતા ત્‍યાં દેવરાજે કહેલ કે ‘મારા મમ્‍મી વિજયાબેનને મારા મારા હરસુખ બાબુભાઇ મકવાણા રૈયાધારમાં રહેતા ત્‍યારે બોલાચાલી થલ છે. જેથી આજની રાત અમને ઘરે રોકાવવા દે' તેમ કહેતા પોતે તેને આશરો દેવાની ના પાડીને કહેલ કે તારા મમમી અને મામાના ઝઘડાને લીધે હું આશરો આપુ તો તેઓ મારી  સાથે ઝઘડો કરશે' તેમ કહેતા ત્રણેય ત્‍યાંથી જતા રહ્યા હતા બાદ પોતે તથા ભાઇ ધર્મેશ પોતાના ફલેટમાં ગયા બાદ મોડી રાત્રે સોડા બોટલોના તુટવાનો અવાજ આવતા પોતે પોતાના ઘરની બારીમાંથી જોતા મિત્રના મામા દેવરાજ તેના બે પુત્ર કરણ અને અર્જુન, નવાબ સુલેમાન તેનો પુત્ર તોશીફ અને એક અજાણ્‍યો શખ્‍સ સહિત કાચની સોડા બોટલના ગાલા લઇને આવ્‍યા હતા અને રોડ પર ઉભા રહીને પોતાના એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં ઘા કરી ગાળો બોલતા હતા પોતે પાર્કિંગમાં જાતા ત્‍યાં પડેલા વાહનોમાં નુકશાન અને મકાનની બારીઓના કાચ પણ તુટી ગયા હતા બાદ આ લોકો જતા રહ્યા હતા પાર્કિંગમાં બેઠેલા ધવલ જાદવને પગમાં ઇજા થઇ હતી. આ અંગે પોતે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ વી.એચ. બાલસે તપાસ હાથ ધરી છ.ે

(4:23 pm IST)