Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

વોડ ર્નં. ૭ અને ૧૪ના અનેક વિસ્‍તારોમાં ઓચિંતો પાણી કાપ : ભારે દેકારો

ગત રાત્રીના ભાદરની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વિતરણ વ્‍યવસ્‍થા ખોરંભે : ઢેબર રોડ હેડવર્કસના વિસ્‍તરોમાં ગુરૂાવારે પાણી વિતરણ થશે

રાજકોટ, તા. ૧૩ શહેરમાં છે ક ભાદર ડેમથી રીબડા ફિલ્‍ટર પ્‍લાન્‍ટ મારફત પણ પાણી લેવામાં આવે છે. આ પાઇપલાઇનમાં  અનેક જગ્‍યાએ લીકેજ હોય તેના રીપેરીંગ માટે તા.૧૪ મવડી-વાવડીના વોર્ડ નં.૧૧, ૧૨ પાર્ટ, તા.૧૫ વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭ પાર્ટ તથા કોઠારીયાના વોર્ડ નં.૧૮ પાર્ટમાં પાણી વિતરણ બંધની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારે ગતરાત્રીના આ પાઇપલાઇનમાં ભંગાર સર્જાતા આજે વોર્ડ નંબર ૭ અને ૧૪ના ઢેબર રોડ હેડવર્કસના અનેક વિસ્‍તારોમાં ઓચિંતો પાણી કાપ લાદવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો મચી જવા પામ્‍યો  હતો આજે આ વિસ્‍તારમાં પાણી વિતરણ બંધ રહેતા હવે ગુરુવારના આ બંને વોર્ડના વિસ્‍તારોમાં પાણી રાબેતા મુજબ વિતરણ થશે તેમ મનપા સૂત્રોએ જણાવ્‍યું હતું

અત્રે ઉલ્લેખનીય છેકે, ભાદર ડેમમાંથી આવતું પાણી વાવડી હેડવર્કસ, ગુરૂકુળ આધારી ઢેબર રોડ તરફના વિસ્‍તારો અને  પૂર્વ ઝોનમાં નારાયણનગર હેઠળના વિસ્‍તારોમાં પાણી વિતરણ થશે નહીં. શિયાળાના દિવસોમાં કોર્પો.એ પાઇપલાઇન રીપેરીંગનું કામ હાથ પર લીધુ છે જેના કારણે છ વોર્ડના ૭૨દ્મક વધુ વિસ્‍તારમાં પાણી વિતરણ બંધ રાખીને લાઇન રીપેરીંગ કરવામાં આવશે.

ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્‍ટર પ્‍લાન્‍ટ સુધીની પાઇપલાઈન ઘણી જ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્‍થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવાની છે જેથી તા.૧૪દ્ગક્ર બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્‍તારો વોર્ડ નં.૧૧(પાર્ટ), ૧૨(પાર્ટ)  તથા તા.૧૫દ્ગક્ર ગુરુવારનાં રોજ ગુરુકુળ હેડવર્કસ હેઠળ આવતા વિસ્‍તારો પૈકીના ઢેબર રોડના વોર્ડ નં. ૧૭ પાર્ટ, નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્‍તારો અને વોર્ડ નં.૧૮ પાર્ટમાં પાણી વિતરણ બંધની મનપા તંત્ર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

(4:26 pm IST)