Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રમઝાન ઇદની નમાઝ ઘરે જ અદા કરવા અનુરોધઃ પ્ર.નગર પોલીસની મુસ્લિમ આગેવાનો સાથે બેઠક

રાજકોટઃ આગામી રમઝાન ઇદના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો ઘરે જ ઇદની નમાઝ અદા કરે અને ઇદગાહ મસ્જીદે એકઠા ન થાય એ માટે જરૂરી સુચના આપવા અનુરોધ કરવા પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે સદર બજાર વિસ્તારના મુસ્લિમ આગેવાનો સાથે પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગરએ એક બેઠક યોજી હતી. કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હોઇ અને પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું હોઇ તે અંતર્ગત ઇદના દિવસે મોટી સંખ્યામાં લોકો દરગાહ ખાતે નમાઝ પઢવા ન આવે તે અંગેની સમજ આગેવાનોને અપાઇ હતી. આગેવાનોએ પણ પોલીસને સહકારની ખાત્રી આપી હતી. નપોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ  તથા જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ  તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી  પશ્ચિમ વિભાગ પી. કે. દિયોરાના માર્ગદર્શન મુજબ આ બેઠક યોજાઇ હતી.

(12:52 pm IST)