Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઈલેકટ્રીક બસમાં મુસાફરી કરતા ઉદિત અગ્રવાલઃ બસના વિવિધ ફીચર્સ વિશે જાણકારી મેળવી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, બીઆરટીએસ તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઈલેકટ્રીક બસ 'ગ્રોસકોસ્ટ મોડલ'થી પીએમઆઈ ઈલેકટ્રોક મોબિલીટી સોલ્યુશન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેકટ્રીક બસનું શહેરમાં આગમન થયેલ છે. આજે તા. ૧૨ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ ઈલેકટ્રીક બસમાં મુસાફરી કરી હતી અને બસના વિવિધ ફીચર્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી. તેમજ બસની ટ્રાયલ રન તેમજ અન્ય પ્રક્રિયા માટે આગળ ધપવા સૂચના આપી હતી. ઈલેકટ્ર્ીક બસની આ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, આરઆરએલના જનરલ મેનેજર જયેશ કુકડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)