Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સીવીલ હોસ્પિટલના ઓકસીજન પ્લાન્ટ માટે ૪ કરોડની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય પટેલ-રૈયાણી- સાગઠીયા

રાજકોટ તા. ૧૨ : જીવન રક્ષક એવા પ્રાણવાયુના નવા પ્લાન્ટ માટે વર્ષ ૨૦૨૧-૨૨ ની એક કરોડ પચાસ લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ તેમજ એક કરોડની ગ્રાન્ટ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ  એમ કુલ રૂ.૪ કરોડની ગ્રાન્ટ સીવીલ હોસ્પિટલ ખાતે નવો ૯ થી ૧૦ ટનનો ઓકસીજન પ્લાન્ટ બનાવવા ફળવેલ છે.

શ્રી પટેલ, શ્રી રૈયાણી અને શ્રી સાગઠીયાએ જણાવેલ છે કે દર્દીઓ માટે ઓકસીજનની આવશ્યકતા રહે છે. ખાસ કરીને કોવિડ-૧૯ ના બીજા રાઉન્ડમાં ઓકસીજનની માંગ ૧૦ ગણી થઇ ગઇ છે. જે ધ્યાને લઇ હોસ્પિટલ એકસપાન્સન અને આગામી જરૂરીયાતને પહોંચી વળવા મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાની ગ્રાન્ટ આ નવા પ્લાન્ટ માટે ફાળવેલ છે. જેમાં ચાર કરોડનો વધારી કરી અમે સહભાગી બન્યા. આમ રાજકોટને હવે નવો ઓકસીજન પ્લાન્ટ મળશે.

(4:02 pm IST)