Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અપહરણના ગુન્હામાં ભોગ બનનારને ગણત્રીની કલાકોમાં શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ

રાજકોટઃ હડાળા ગામેથી ફરીયાદી આરવિંદભાઈ રૂપાભાઈ પરમારની પત્નીનું તેનાં સાસરીયા પક્ષ દૃવારા અપહરણ થયાની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમીશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર. ઝોન-૧ પ્રવિણકુમાર મિણાની સુચના મુજબ તથા ઉત્તર વિભાગ એ.સી.પી.  એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળના ભોગબનનારને તાત્કાલીક શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી અને ભોગ બનનારને સહી સલામત લઇ આવવા માટે અને આરોપીઓને પકડી પાડવા માટે પો.ઇન્સ. એન.એન.ચુડાસમાની રાહબરી હેઠળ ડી.સ્ટાફનાં પો.સબ.ઇન્સ. પી.જી.રોહડીયા તથા ટીમ દવારા ભોગ બનનારને શોધવા માટે અલગ અલગ સોર્સીસ ઉભા કરી અને હકિકતો મેળવવામાં આવેલ હતી અને આ કામની તપાસ દરમ્યાન ટુંકા ગાળામાં એ. એસ આઇ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેફકોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. વિરદેવસિંહ જાડેજાની ચોકકસ હકિકત આધારે આ ભોગ બનનારને શોધી કાઢવામા આવેલ છે તથા આરોપીઓ શોધવા અંગે તજવિજ ચાલુ છે.

આ કામગીરી  પો.ઈન્સ.એન.એન.ચુડાસમા તથા પો.સ.ઈ. પી.જી.રોહડીયા તથા એ.એસ.આઈ.હિતેંદ્રસિંહ ઝાલા તથા પો.હેડકોન્સ.હિતેશભાઈ ગઢવીતથા અરવિંદભાઇમકવાણા તથા જયંતીભાઇગોહીલ તથા કિશોરભાઇ તથા પો.કોંન્સ.વિરદેવસીંહ જાડેજા, હરેશભાઈ તથા મુકેશભાઈ સબાડે કરી હતી.

(8:36 pm IST)