Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કાલે રમઝાન ઈદ અને અખાત્રીજ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સૂફિ ધ્યાન- સંધ્યા ધ્યાન

ફકત ઓશો ઈનરસર્કલના મેમ્બરો માટે જ મર્યાદિત સભ્યો સરકારી ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમઃ માસ્ક- હેન્ડ સેનીટાઈઝેશન- સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ અમારજાતી આનંદ આમર ગોત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવાં કે ઓશો ધ્યાન, શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત, સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર શિબિર તથા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આવતીકાલે રમઝાન ઈદ તથા અખાત્રિજ નિમિતે હર સાલની માફક સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન સૂફિ સંગીત સાથે ધ્યાન તથા કિર્તન ધ્યાનનું આયોજન સરકારી ગાઈડલાઈન અનુસાર કરેલ છે. આ કાર્યક્રમ ફકત મર્યાદિત સભ્યો માટે જ છે.

સ્થળ- ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪, વૈદ્યવાડી, ડી-માર્ટની પાછળની શેરી  રાજકોટ.

વિશેષ માહિતી- સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:14 pm IST)