Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અવિરત ડયુટી છતાં દર્દીઓની સેવાના આત્મસંતોષથી જ થાક ઉતરી જાય છેઃ નરેશભાઇ રાઠોડ

માત્ર ફરજના ભાગ રૂપે નહીં પણ વિરકત ભાવે સેવા કરી રહેલા કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના સફાઇ કર્મચારીઓ

રાજકોટ :   કોવીડ-૧૯ મહામારીમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સરકારી હોસ્પિટલમાં કોવીડ-૧૯ વોર્ડની સુવિધા ઉભી કરાઇ છે. જે મુજબ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પીટલ ખાતે કાર્યરત કરાયેલા કોવીડ-૧૯ વોર્ડમાં નરેશભાઇ રાઠોડ સાથે  મુકતાબેન વ્યાસ અને હીતેષભાઇ જોષી પણ સર્વન્ટ તરીકે કાર્યરત છે.  નરેશભાઇ રાઠોડ ગયા સપ્ટેમ્બર માસથી અહીં ફરજ બજાવી રહયા છે.

 તેઓ  વોર્ડને સ્વચ્છ અને સુઘડ રાખવા ઉપરાંત કોઇ દર્દીને જરૂર હોય ત્યારે તેને પાણી પીવડાવવું, જમવાનું આપવું,  આત્મીયતા કેળવી તેઓને માનસીક સાંત્વના આપી જીવન પ્રત્યે હકારાત્મક વલણમાં વધારો કરવો વગેરે જેવી અનેક પ્રવૃતિઓમાં ઓત-ોત રહે છે.

નરેશભાઇ રાઠોડ જણાવે છે કે સવારે ૮ થી રાત્રે ૮ કલાક સુધીની બાર-બાર કલાકની અવિરત કામગીરી છતાં કોરોના દર્દીઓની સેવા કરવાની મળેલી અનેરી તકથી અનુભવાતા આત્મ સંતોષના ઓડકાર સામે બધો જ થાક ઉતરી જાય છે.

(3:21 pm IST)