Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ચૌધરી હાઇસ્કુલમાં મશીન દ્વારા કરાતું સેનેટાઈઝેશન

રાજકોટ : અહિંની પંડિત દીન દયાલ ઉપાધ્યાય કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ દર્દીઓ એમ્બ્યુલન્સ સહિતના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં કરાઇ છે. દર્દીઓ તથા તેના વાહનોને તડકો ન લાગે તે માટે ડોમ-મંડપ પણ તંત્ર દ્વારા બાંધી અપાયા છે. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં તથા દર્દીઓના પાર્ક કરેલા વાહનોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ખાસ મશીન દ્વારા સ્પ્રેયર વડે નિયમિત પણે સેનિટાઇઝ કરવામાં આવે છે, જે તસવીરમાં નજરે પડે છે. 

(3:23 pm IST)