Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'નાં પક્ષીઓ વર્ષે ૭૮૦૦ કિલો ચણ ચણી જાય છે

ચણા, જુવાર, બાજરી, ચોખા, ઘઉં, કાંગ, મકાઇ, મગફળી, સૂર્યમૂખીબી, સહિતનું ચણ ખરીદવા ૪ લાખનું દ્વિવાર્ષીક ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા. ૧૩ :.. મ.ન.પા. સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં રહેલા પક્ષીઓ માટે વિવિધ પ્રકારનાં ચણ ખરીદવા માટે બે વર્ષનો કોન્ટ્રાકટ આપવા રૂ. ૪.૮૦ લાખનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયુ છે. ટેન્ડર મુજબ 'ઝૂ' નાં પક્ષીઓ વર્ષે ૭૮૦૦ કીલો ચણ ચણી જતાં હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ પ્રદ્યુમન પાર્ક 'ઝૂ' માં રહેલા વિદેશી તેમજ દેશી જાતીના પક્ષીઓ માટે મકાઇ, ચણા, ઘઉં, બાજરી, જુવાર, કાંગ, વગેરે અનાજનું ચણ ખરીદવા માટે દ્વિવાર્ષીક રેઇટ કોન્ટ્રાકટનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયુ છે. આ ટેન્ડરમાં ૪.૮૧ લાખનો અંદાજ દર્શાવાયો છે.

ટેન્ડરમાં જણાવાયા મુજબ 'ઝૂ' માં રહેલા પક્ષીઓ માટે અનાજ-કઠોળનો હાલનો અંદાજીત વાર્ષિક ખરીદી જથ્થો ચણા-૧૧૦૦ કિ. ગ્રા. જુવાર-૧૬૦૦ કિ.ગ્રા., બાજરી ૧૬૦૦, કિ. ગ્રા., ચોખા ૯૦૦, કિ.ગ્રા., ઘઉં-૯રપ કિ. ગ્રા. કાંગ-૧૧પ૦ કિ. ગ્રા., મકાઇ-૪૦૦ કિ. ગ્રા., મગફળી-૧૦૦ કિ. ગ્રા. તથા સૂર્યમૂખીના બીજ-૧૦૦ કિ. ગ્રા. છે. ઉકત તમામ અનાજ-કઠોળનો જથ્થો બીડરે 'ઝૂ'નાં સત્તાવાળાઓ ઓર્ડર આપે તે મુજબની જરૂરીયાત મુજબ આપવાનો રહેશે.

(4:22 pm IST)