Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ઘરે આયુર્વેદિક ચાની ચૂસકી પણ માણી

મુખ્યમંત્રી સાથે મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યા: વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેને આયુર્વેદિક ચા હાજર સૌ કોઈને પીવડાવી

રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે હતા .પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી, 67 વર્ષથી નામના ધરાવતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો સભ્ય પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ પહોંચ્યા હતા.જ્યાં ચેમ્બરના કાર્યક્રમમાં ગયા તે પહેલા પૂર્વ સીએમ રૂપાણીના ઘરે તેઓ ગયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ત્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમજ સાથે ચાની ચૂસકી પણ માણી હતી. મુખ્યમંત્રીની સાથે મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીના પત્ની અંજલીબેને આયુર્વેદિક ચા હાજર સૌ કોઈને પીવડાવી હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારને સંબોધન કરતા સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે લોકો વરસાદની રાહ જોતા હોય છે, આપણા કાર્યક્રમથી વરસાદની શરૂઆત થઈ તે ગૌરવ લેવા જેવી વાત છે.ચેમ્બરના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી આવે એ પરંપરા છે મૈ આવીને તેને નિભાવી છે. હવે તમારો વારો છે. અમને શું જોઈએ છીએ એ તમને બધી જ ખબર છે. ફરી તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો.

 રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારના સ્નેહ મિલનનું આયોજન ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલની સાથે ધારાસભ્યો, રાજકોટ ભાજપના હોદ્દેદારો, મંત્રીઑ તથા મેયર પણ હાજર રહ્યા હતા

(10:01 pm IST)